કેદારનાથ મંદિરના ખુલ્યા કપાટ, પીએમ મોદીએ કરી વિશેષ પૂજા

કેદારનાથઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે કેદારનાથ પહોંચી ગયા છે.. જ્યાં તેઓ મંદિરમાં રૂદ્રાભિષેક ખાસ ખાસ પૂજા કરી છે.  પ્રધાનમંત્રીના આગમનને પગલે કેદારનાથમાં ચુસ્ત બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના આગમને પગલે પર્યટન મંત્રી સતપાલ મહારાજ, રૂદ્રપ્રયાગના સાંસદ ભરત સિંહ ચૌધરી, રૂડકીના સાસંદ પ્રદીપ બત્રા સહિત ભાજપના અગ્રગણ્ય નેતાઓ અને સત્તાધિશો ગઇ કાલ મોડી રાત્રીથી જ કેદારનાથ પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી બુધાવારે સવારે 9.15 વાગે કેદારધામ પાછળ આવેલ હેલીપેડ પર ઉતર્યા હતા. ત્યાર બાદ 9.30 વાગે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રી અડધો કલાક રૂદ્રાભિષેક સાથે ખાસ પૂજા કરી હતી.  પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડબલ બૈરિકેડિંગ મંદિર પરિસરમાં લગાવવામાં આવ્યાં છે. એસપીજીની ટીમ કેદારનાથમાં છે. હવામાનને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ ગૌચર હવાઇ પટ્ટીમાં એમઆઇ-17 હેલીકોપ્ટરના ઇમરજન્સી લેડિંગની વ્યવસ્થા પણ રાખેલી છે. ત્યાંની પરંપરા પ્રમાણે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું છે.

હરિદ્વારામાં પતંજલિ રિસર્ચ સેન્ટરનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. ત્યારે ત્યાં પણ સુરક્ષાને લઇને ચુસ્ત બંદોબસ્ત લાદી દેવામાં આવ્યો છે. અહીં યોગગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ વ્યવસ્થા માટે અગાઉથી જ પહોંચી ગઇ છે. પ્રધાનમંત્રીની સુરક્ષા માટે ઉત્તરાખંડના અધિકારી અને એસપીજીએ કોઇ જ કસર બાકી રાખી નથી.

http://sambhaavnews.com/

You might also like