‘ભારત માટે ભગવાનનું વરદાન છે PM મોદી’

નવી દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન દ્વારા ભારતને મળેલું વરદાન છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે મહાત્મા ગાંધીની પાર્ટી જેએનયુ વિવાદ પર પોતાના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના વલણથી શરમ અનુભવે છે.

વૃંદાવનમાં ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનના બીજા અને અંતિમ દિવસે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર્ત મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. તે ભારતને મજબૂત અને સમૃદ્ધ દેશ બનાવવા માટે કામ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિચારોવાળા વ્યક્તિ છે. તેમનામાં પોતાના વિચારોને ક્રિયાન્વિત કરવાની મજબૂત ઇચ્છાશક્તિ છે. દુનિયાભરમાં તે જ્યાં પણ ગયા, લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા તે ભારતને ઇશ્વરે આપેલી પવિત્ર ભેટ છે. તે 2022 સુધી ભારતને વિશ્વગુરૂ બનાવશે.

જેએનયુના મામલે વિપક્ષો પર પ્રહાર કરતાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે મહાત્મા ગાંધીની પાર્ટી કોંગ્રેસને શરમાવવું જોઇએ. દેશવિરોધી નારેબાજીના આરોપીઓનું સમર્થન કરવા માટે રાહુલ ગાંધીને શરમ અનુભવવી જોઇએ.

You might also like