સમાધાનનો છેલ્લો પ્રયાસ? પીએમ મોદીએ ઉધ્ધવને ડિનર પર બોલાવ્યા

મુંબઇ : મહારાષ્ટ્ર સરકારમાં ભાજપ અને શિવસેના વચ્ચેનું ગઠબંધન છેલ્લા ઘણા સમયથી ઠીક નથી ચાલી રહ્યું. શિવસેના ઘણા સમયથી ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કરી રહ્યું છે. ત્યારે ભાજપે હજી સુધી આ નિવેદન પર ક્યારેય પલટવાર કર્યો નથી. જો કે, હવે ભાજપ આ નિવેદનો કારણે શિવસેના સાથે છેડો ફાડવાની તૈયારી કરી રહી હોય તેવું સૂત્રોનું માનવું છે. સૂત્રોના અહેવાલ મુજબ ભાજપ હવે શિવસેના સાથે ગઠબંધન તોડવાનો વિચાર બનાવી રહી છે. આ મામલે મહારાષ્ટ્ર ભાજપના ઉચ્ચ નેતાઓ વચ્ચે થોડા સમય અગાઉ જ બેઠક યોજાઇ હતી.

આ બધાની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેના સુપ્રિમો ઉધ્ધવ ઠાકરેને ડિનર પર બોલાવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ કોઇ અંતિમ નિર્ણય લે તે પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેના સાથે સંબંધ સુધારવા પોતે પહેલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે 29 માર્ચે ડીનર મિટિંગ થઇ શકે છે. જો કે હજુ આ અંગે શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકેર તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નથી.

http://sambhaavnews.com/

You might also like