PM નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી ‘Rurban’ મિશન

રાયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા સત્ય સાંઇ મેડિકલ ઇસ્ટિટ્યૂટ કેમ્પસ સ્થિત માનવ વિકાસ કેન્દ્રમાં આધ્યત્મિક ગુરૂ સત્ય સાંઇ બાબાની પ્રતિમાનું અનાવરણ કર્યું. નવા રાયપુરની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા માટે આવાસ સંકલ્પ અનુસાર વડાપ્રધાન આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સ્વીકૃત આવાસીય યોજનાઓનો શિલાન્યાસ કર્યો.

આવાસ યોજનાની આધારશીલા રાખતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આટલા વર્ષો બાદ પણ આપણા દેશમાં કરોડો લોકો પાસે ઘર નથી. તે પોતાનું ઘર પણ બનાવી શકતા નથી. અમે આ બધુ બદલવા માંગીએ છીએ.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરસ્પર ભાગલા કરવાની વાત કરવા કરતાં સારું છે કે આપણી યુવા સ્કિલને આગળ વધારી અને રોજગાર આપનાર બનીએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારને યોજનાઓ આ દિશામાં કામ કરી રહી છે. સ્કિલ ડેવલોપમેન્ટ અને મુદ્રાયોજના ઉદ્યમી યુવાનને આગળ વધવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની સાથે પર્સનલ સેક્ટરના મહત્વ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

પ્રદેશ સરકારના મુખ્ય સચિવ વિવેક ઢાંડે બુધવારે વરિષ્ઠ અધિકારીઓની ટીમની સાથે નવા રાયપુરની મુલાકાત કરી તૈયારીઓ ફાઇનલ કરી હતી. વડપ્રધાનની મુલાકાતને લઇને પ્રદેશના આંતરિક વિસ્તારોમાં પણ સુરક્ષા આકરી કરી દેવામાં આવી હતી. છત્તીસગઢ નક્સલ પ્રભાવિત રાજ્યમાં સામેલ છે.

પીએમઓ અનુસાર ત્યારબાદ વડાપ્રધાન ડોંગરગઢ પહોંચશે. કુરૂભાઠમાં આયોજિત કાર્યક્રમમાં ગ્રામીણોને શહેરો જેવી પાયાની સુવિધાઓ અપાવવા માટે કેન્દ્ર સરકરના ‘રૂર્બન મિશન’નું રાષ્ટ્રીય સ્તરે આવાજ કર્યું. તેના માધ્યમથી પ્રદેશના 300 ગામને શહેરની જેવી સુવિધાઓ આપવામાં આવશે.

You might also like