વડા પ્રધાન મોદી મગહરમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકશેઃ સંત કબીરની સમાધિ પર ચાદર ચડાવી

મગહર: ઉત્તર પ્રદેશના સંત કબીરે વારાણસીમાં મૃત્યુ બાદ મુક્તિ સાથે જોડાયેલી માન્યતાઓને તોડવા મગહર પસંદ કર્યું હતું. આ સંજોગ જ છે કે કાશીના સાંસદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભવિષ્યની રાજકીય સંજીવની માટે આગળનો પડાવ મગહરથી જ પસંદ કર્યો.

મોદીએ આજે સંત કબીરના ૬૨૦મા પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મગહરમાં સંત કબીર અકાદમીનો શિલાન્યાસ કરી જનસભા સંબોધી હતી અને આ રીતે મગહરમાં મોદીએ આજે ૨૦૧૯ની ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકયું હતું.

મગહર નાનકડો કસ્બો છે. અહીં કબીરની મજાર, મંદિર અને ગુરુદ્વારા ત્રણેયની હાજરી કબીરની સમરસ વાણીની સાર્થકતા દર્શાવે છે, જોકે રાજકીય નેતાઓ માટે કબીર અને તેમનું નિર્વાણ સ્થળ ક્યારેય પ્રાસંગિક રહ્યું નથી. આ જ કારણ છે કે નરેન્દ્ર મોદી મગહર પહોંચનાર દેશના પહેલા વડા પ્રધાન હશે. આ પહેલાં ૨૦૦૩માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અહીં આવ્યા હતા.

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મોદી મગહરમાં ૧.૫૫ કલાક રોકાશે. આ દરમ્યાન સંત કબીરની સમાધિ પર ચાદર ચઢાવવાથી લઇ કબીરના ધ્યાનસ્થળ કબીર ગુફાનાં પણ દર્શન કર્યાં હતાં. દસ પ્રમુખ સંતો સાથે કબીરનાં દર્શન તેમજ સત્સંગમાં પણ સામેલ હતા. સંત કબીર અકાદમીના શિલાન્યાસ બાદ મોદીએ જનસભા સંબોધી હતી.

કબીરના બહાને દલિતો-પછાતો પર નજર?
મોદી માટે ૨૦૧૪માં કાશી રાજકીય રીતે ખૂબ લાભદાયી સાબિત થયું હતું. હવે મોદી અને ભાજપ કંઇક આવી જ આશા મગહરના મંચ પરથી શોધી રહ્યા છે. કબીરપંથીઓમાં મોટી સંખ્યા દલિતો અને પછાતોની છે. મગહરમાં કબીરના પ્રાગટ્ય ઉત્સવના બહાને દેશભરના કબીરપંથી મઠના મુખ્ય ચહેરા એકત્ર થઇ રહ્યા છે.

ત્યારે આ મંચ પરથી મોદી મોટા ભાગે પૂર્વાંચલ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય ફલકના રાજકારણને સાંધશે, સાથોસાથ મગહરની બંધ પડેલી અનેક મિલ સહિત અનેક યોજનાઓની જાહેરાત કરીને પૂર્વાંચલની આશાઓને ધાર આપવા પર નજર રાખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કબીરે આખરી શ્વાસ લઇને એ ભ્રમ તોડવાની કોશિશ કરી હતી કે મગહરમાં મરનાર વ્યક્તિ નરકમાં જાય છે. કહેવાય છે કે કબીરના સમયમાં કાશીના પંડિતોને ગૌતમબુદ્ધના વારાણસીમાં વધતા પ્રભાવનો ડર સતાવા લાગ્યો. તેમણે એ વિચાર ફેલાવ્યો કે વારાણસીમાં મરનાર વ્યક્તિ મુક્તિ પામશે જ્યારે મગહરમાં મરનાર નરકમાં જશે.

divyesh

Recent Posts

દુકાનમાં ભીષણ આગઃ ગેસનાં બે સિલિન્ડર બોમ્બની જેમ ફાટ્યાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના ઇન્કમટેક્સ ખાતે આવેલ સી.યુ.શાહ કોલેજની સામે ફાસ્ટફૂડની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટથી આગ લાગતાં ગેસના બે…

4 hours ago

નવા CBI ડાયરેકટર કોણ? આજે પીએમના અધ્યક્ષપદે બેઠક

(એજન્સી) નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઇ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. એક બાજુ આજે સીબીઆઇના નવા ડાયરેકટરની…

4 hours ago

બિન ખેતી બાદ હવે પ્રીમિયમની કામગીરી પણ ઓનલાઈન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: રાજ્ય સરકારે જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ અપાતી બિન ખેતી (નોન એગ્રીકલ્ચર-એનએ)ની પરવાનગી મેળવવાની કાર્ય પદ્ધતિને હવે…

4 hours ago

ગળામાં ઈન્ફેક્શન, શરદી, ખાંસીથી હજારો અમદાવાદીઓ પરેશાન

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં કાતિલ ઠંડી ભેજના પ્રમાણમાં વધારો ,અને વાતાવરણમાં અચાનક પલટો આવતાં લોકો શરદી,તાવ ગળામાં દુખાવો જેવાં અનેક…

5 hours ago

શંકરસિંહ વાઘેલા 29મીએ અમદાવાદમાં NCPમાં જોડાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: જનવિકલ્પ મોરચાના અધ્યક્ષ અને રાજ્યના કદાવર નેેતા શંકરસિંહ વાઘેલા આગામી તા.ર૯ જાન્યુઆરીએ એનસીપીમાં જોડાવાના છે. આ અંગે…

5 hours ago

ઈસરો આજે લોન્ચ કરશે દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ ‘કલામસેટ’

(એજન્સી) નવી દિલ્હી: આજે ઈસરો દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ કલામસેટ લોન્ચ કરશે. પોલર સેટેલાઈટ લોન્ચ વિહિકલ (પીએસએલવી) સી-૪૪ હેઠળ કલામસેટ…

5 hours ago