પેલેસ્ટાઇનના લોકોએ ઘણી મુશ્કેલીમાં સાહસ બતાવ્યું : નરેન્દ્ર મોદી

ત્રણ દેશના પશ્ચિમ એશિયા દેશોની મુલાકાતે નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ રામલલ્લામાં સંબોધન કર્યું.

પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું કે મને પેલેસ્ટાઇનના સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યો છે, આ સન્માન બદલ સવા સો કરોડ ભારતવાસીઓ તરફથી આભાર વ્યક્ત કરું છું.

આ દરમિયાન પેલેસ્ટાઇનને ભારતના સમર્થનની નવનીતા પ્રદાન કરવા માટે ધન્યવાદ કરતા જણાવ્યું કે પેલેસ્ટાઇન જે પડકાર વચ્ચે આગળ વધ્યાં છો તે એક પ્રશંસાને પાત્ર છે. પીએમ મોદીએ બંને દેશ વચ્ચે 6 દ્વિપક્ષીય કરાર પર સહમતિ સાધી. પીએમ મોદીએ પેલેસ્ટાઇની પ્રશંસા કરતાં કહ્યું કે તમે લોકો ઘણી મુશ્કેલીના સમયમાં સાહસ બતાવ્યું.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં રામલ્લાહમાં રાષ્ટ્રપતિ મુખ્યાલયમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ દરમિયાન ભારત અને પેલેસ્ટાઇનના સંબંધોમાં પીએમ મોદીના યોગદાનને લઇને રાષ્ટ્રપતિ મહોમ્મદ અબ્બાસે તેમને ‘ગ્રાન્ડ કોલર’ સન્માન આપ્યું.

You might also like