આજે મોદી મસ્કતના પ્રખ્યાત શિવ મંદિરે જશે, સુલતાનની સાથે મસ્જિદમાં પણ જશે

વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ એશિયાના ત્રણ દેશોની પોતાની યાત્રાના છેલ્લા તબક્કામાં ઓમાનમાં બે દિવસની યાત્રા કરશે. તેઓ રવિવારે ઓમાન પહોંચ્યા હતા. જ્યાં ભારતીયોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આજે મોદી ઓમાનના સુલતાન અને અન્ય પ્રમુખ નેતાઓ સાથે વાતચીત કરશે. આજે PM મોદી મસ્કતમાં આવેલા શિવ મંદિરમાં પણ જશે અને સુલતાન કબૂસ ગ્રાંડ મસ્જિદમાં પણ જશે.

વડાપ્રધાન કાઉન્સિલ ઑફ મિનિસ્ટર માટે ઉપ વડાપ્રધાન સૈયદ ફહદ બિન મહમૂદ અલ સઈદ સાથે આંતરરાષ્ટ્રીય સંબંધ મામલે ચર્ચા કરશે. વડાપ્રધાન મોદીએ ઓમાનની યાત્રા પહેલા જ ઓમાનને ભારતનો નજીકનો દરિયાઈ પ્રદેશ ગણાવ્યો હતો કે જેના સંબંધો ભારત સાથે ખૂબ જૂના છે.

મોદીએ કહ્યું હતું કે, ‘હું ઓમાનના ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરીશ અને તેમના સંબંધો ભારત સાથે મજબૂત થાય તેવા પ્રયત્નો કરીશ.’

ઓલ્ડ ઓમાનમાં શિવ મંદિર આવેલું છે. આ મંદિર ઓમાનનું સૌથી જૂનું શિવમંદિર છે. આ મંદિરમાં પહોંચી મોદી મહાદેવને અભિષેક કરશે. ગલ્ફ કન્ટ્રીઝમાં આ મંદિર ખૂબ લોકપ્રિય છે. તેની પહેલા મોદીએ દુબઈના ઓપેરા હાઉસથી બનતા અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો.

You might also like