વિધાનસભામાં હાર માટેનું અત્યારથી કારણ શોધી રહી છે કોંગ્રેસ: PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના વિજયપુરામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં. પીએમ મોદીએ કહ્યું કે ઓપનિયન પોલ ભ્રમ ફેલાવી રહ્યો છે. કોંગ્રેસ અત્યારથી જ હાર માટેનું કારણ શોધી રહી છે. તે લોકો જાતિ અને સંપ્રદાય વચ્ચે ખટરાગ ઉભો કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતા સિદ્ધારમૈયા સરકાર અને કોંગ્રેસ સરકારને તેના પાંચ વર્ષના કાર્યકાળની સજા દેવાનું મન બનાવી લીધું છે.

કોંગ્રેસના નેતાઓ અત્યારથી તેમના ઘરમાં બેસી ગયા છે અને મોટા નેતાઓ હાર માટેનું કારણ શોધવા લાગ્યા છે. કોંગ્રેસના નેતાઓ વિચારી રહ્યાં છે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ પરાજય અંગે કયા કારણો જનતા સમક્ષ રાખીશું.

કોંગ્રેસની નીતિ હરહંમેશાતી નીતિનું વિભાજન કરો અને રાજ કરો પરંતુ કર્ણાટકની જનતા આમ થવા દેશે નહીં. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 100 કરોડની માનહાનિની નોટીસ મોકલી હતી જેના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્ણાટકની આ પ્રથમ રેલી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે પક્ષે કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ફાયદો મળશે અને સિદ્ધારમૈયાની સરકાર વિરુધ્ધ રણનીતિ બનાવામાં મદદ મળશે.

ભૂમિહીન-ક્ષેત્ર કામદારોને 2 લાખ રૂપિયા સુધીનું વિમા કવર આપવામાં આવશે. જ્યારે ખેડૂતોના પાણી માટે દોઢ લાખ કરોડની યોજના બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી અંગે જણાવ્યું કે જીએસટીના કારણે ખેડૂતોની ખેતી બરબાદ થતા બચી ગઇ.

You might also like