નીતીશના ભાષણમાં મોદીના નારા : બિહારને ગણાવ્યું વિકાસરૂપી ટ્રેનનું એન્જિન

પટણા : વડાપ્રધાન મોદીએ પટણા હાઇકોર્ટનાં શતાબ્દી સમારંભમાં હાજરી આપી હતી. ત્યાર બાદ મોદી અને બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર હાજીપુરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણએ નવનિર્મિત પહલેજા રેલ્વે બ્રિજનું ઉદ્ધાટન કર્યુંહ તું. બિહારનાં મુખ્યમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મોદીજી પોતાનાં કિંમતી સમયમાંથી બિહાર માટે સમય કાઢ્યો તે બદલ આભાર.જો કે નીતીશ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે મોદી મોદીનાં નારા લાગ્યાહ તા. જેનાં કારણે લોકોને શાંત કરાવવા માટે મોદીએ પોતે ઉભા થવું પડ્યું હતું. મોદીએ ઉભાથઇને લોકોને શાંત કરાવ્યા હતા અને વિનંતી કરી કે તેઓ નીતીશનું ભાષણ શાંતીથી સાંભળે.

હાજીપુરમાં મોદીએ કહ્યું કે આ બ્રિજનું મહત્વ કેટલું છે તે અહીં ઉપસ્થિત જનમેદની પરથી જ ખબર પડે છે. લોકોનાં ચહેરા પરની ખુશી અને રોનક જ આ બ્રિજનું મહત્વ જણાવી આપે છે. આ પ્રોજેક્ટ ત્યારે ચાલુ થયો જ્યારે અટલબિહારી વાજપેયી વડાપ્રધાન હતા અને નીતીશ રેલ્વે પ્રધાન હતા. આજે તે પુર્ણ થયો છે ત્યારે નીતીશ મુખ્યમંત્રી છે. રેલ્વે અને રસ્તા મજબુત થવાથી વિકાસને ગતી મળશે. વિકાસ રૂપી ટ્રે્નનો બિહાર સહિતનાં પુર્વોત્તર રાજ્યો એન્જિન છે. માટે બિહાર સહિતનાં પુર્વોત્તર રાજ્યોનો વિકાસ થશે તો જ દેશ આગળ વધશે.

પટણા હાઇકોર્ટનાં શબાદ્બી સમારંભમાં પણ મોદીએ ભાષણ આપ્યું હતું. મોદીએ કહ્યું કે કોર્ટમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની જરૂર છે. ટેક્નોલોજીનાં ઉપયોગથી ચુકાદા આપવામાં સરળતા રહેશે સાથે ઝડપ પણ વધશે. આજનાં લોકો પહેલાનાં લોકો કરતા નસીબદાર છે. આજે તેમને ટેક્નોલોજીનો ભરપુર સપોર્ટ મળી રહ્યો છે. પહેલા કોઇ કેસ માટે રેફરન્સ કાઢવા તે માથાનાં દુખાવા સમાન કામ હતું જ્યારે હવે તે કામ એક મીનીટમાં થઇ જાય તેટલું સરળ બની ગયું છે.

You might also like