Categories: India Top Stories

જે સરકાર તમારું ‘વેલફેર’ ન કરે, તેમનું ‘ફેરવેલ’ કરી દેવું જોઇએ: PM મોદી

કર્ણાટકના ચિત્રદુર્ગ ચૂટંણી રેલીને સંબોધિત કરવા માટે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. મોદીએ જણાવ્યુ કે, ”કોંગ્રેસ પાર્ટીએ સ્થાનિક વીરો અને વીરાંગનાઓનું સન્માન કરવાની જગ્યાએ સુલ્તાનોનું સન્માન કર્યુ છે.” PM મોદીએ કોંગ્રેસ પાર્ટી પર દલિતો અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાના આરોપ લગાવ્યા. PM મોદીએ કહ્યુ કે, ”જે પાર્ટી ગરીબોનું વેલફેર ન કરી શકે, અહીંયા લોકોએ તેને ફેરવેલ આપી દેવી જોઇએ.” આ ઉપરાંત મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘ ન દિલવાળી, ન દલિતવાળી, આ ડીલવાળી કોંગ્રેસ પાર્ટી છે’

દલિત વીરોનું થયું અપમાન:

PM મોદીએ કહ્યુ કે, ”હું દલિત માની કોખમાંથી પેદા થયેલી તે વીરાંગના વીરા મરકડીને નમન કરું છું, જેણે દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો હતો. સાહસ અને શૌર્ય શું છે, આપણે તે દલિત વીરાંગનાઓ પાસેથી શીખી શકીએ છીએ.” તેમણે કહ્યુ કે, તે એક એવી પાર્ટી છે, જે વોટ બેંકની રાજનીતિનો ઇતિહાસ અને ભાવનાઓને કચડીને આગળ વધવાની આદત થઇ છે. PM મોદીએ કહ્યુ કે, ”કોંગ્રેસનું ચરિત્ર જુઓ કે જેની જયંતિ મનાવવી જોઇએ તેની જયંતી મનાવતા નથી. વીરા મરકડીને ભૂલાવી દીધી પરંતુ વોટ માટે સુલ્તાનોની જયંતી મનાવી રહ્યા છે. આ જયંતી થી કોંગ્રેસ કર્ણાટકના લોકો અને ખાસ તો ચિત્રદુર્ગા લોકોનું અપમાન કર્યુ છે.” PM મોદીએ કહ્યુ કે, ”ચિત્રદુર્ગના નાયકોએ ઝેર આપી અને દલિત વીરાંગનાનો હત્યા કરનારની જયંતિ મનાવીને કોંગ્રેસે ઈતિહાસનું અપમાન કર્યું છે.”

‘ડીલ’વાળી કોંગ્રેસ:

PM મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓને લોકો તેની ડીલની નામથી પણ જાણે છે. તેમણે કહ્યું કે, ”કોંગ્રેસ પાર્ટી ન તો દિલવાળી છે અને ન તો દલિતવાળી છે. તે માત્ર ડીલવાળી છે. અહિના મુખ્યમંત્રી તો એવા છે કે પોતાની સુટકેસમાં કેરેક્ટર સર્ટિફિકેટ તૈયાર રાખે છે. કોઈ મંત્રી પર સવાલ ઉઠે છે તો તરત જ સાઈન કરીને આપી દે છે.” PMએ જણાવ્યું હતું કે જે કોંગ્રેસ પાર્ટી તમારા વેલ્ફેર વિશે ન વિચારે તેને ફેરવેલ આપી દેવાનો સમય આવી ગયો છે.

કોંગ્રેસમાં ભરપૂર ભ્રષ્ટાચાર:

PM મોદીએ કહ્યુ કે, ”દલિત કલ્યાણના નામ પર અહીંયા એક મંત્રીએ પોતાના કલ્યાણની યોજના કેવી રીતે બનાવી, ચિત્રદુર્ગના લોકો જાણે છે. ગંગા કલ્યાણનવા નામ પર તેમણે પોતે કલ્યાણ કર્યુ છે. આ સરકાર તમારા પાણીના રૂપિયા પણ ખાઈ ગઈ. આદિવાસીઓના હોસ્ટેલમાં પથારીના પણ રૂપિયા ખાઈ ગઈ. ચાદર, તકિયાના પણ રૂપિયા ખાધાં. ક્યાંક એવું ન થાય કે તમારા ઘરની પથારીના રૂપિયા પણ ખાઈ જાય.”

બાબા સાહેબને પણ કર્યા અપમાનિત:

PM મોદીએ કોંગ્રેસ પર બાબા સાહેબ ભીમ રાવ આંબડેકરને અપમાનિત કરવાનો પણ આરોપ લગાવ્યો છે. PM મોદીએ કહ્યુ કે, ”બાબા સાહેબની દેશની જમીન સાથે જોડાયેલા છે, પરંતુ કોંગ્રેસ ક્યારેય તેમણો સ્વીકાર કર્યો નથી. એવું લાગી રહ્યુ કે કોંગ્રેસના જમાનામાં ભારત રત્નનો ખિતાબ એક જ પરિવાર માટે રિઝર્વ કરે છે, પરંતુ બાબા સાહેબને પરિનિર્વાણ પછી પણ ભારત રત્ન ન હતો આપ્યો.” PM મોદીએ કહ્યુ કે, ”અટલ જીના સર્મથનમાં બનેલી સરકારમાં બાબા સાહેબને ભારત રત્ન આપવામાં આવ્યો. હજારો યોજના એક જ પરિવારના નામ પર છે. દિલ્હીના તમામ સ્મારક પણ એક જ પરિવારના નામ પર છે, મકાન અને જમીન પર પણ એક જ પરિવારનો કબ્જો છો, પરંતુ બાબા સાહેબ માટે સ્મારક બનાવવા માટે કોંગ્રેસ ક્યારેય આગળ નથી આવી.”

PM મોદીએ આગળ કહ્યુ કે, ”અમે બાબા સાહેબની જ્યંતી દુનિયાભરમાં મનાવી, મઉમાં બાબા સાહેબની જન્મભૂમિ, નાગપુરમાં દીક્ષા ભૂમિ, મુંબઇમાં ચૈત્ય ભૂમિ અને દિલ્હીમાં કર્મ ભૂમિ પર અમારી સરકારે કામ કર્યુ.”

વોટ બેંક માટે મોટા નેતાઓનું અપમાન:

PM મોદીએ જણાવ્યું કે ”વોટ બેંક માટે લોકોનું અપમાન અક્ષમ્ય અપરાધ છે.” તેમણે કહ્યું કે, ”જો તમે કોંગ્રેસના ઈતિહાસ તરફ જોશો તો તમને જણાશે કે મોટા મોટા નેતાઓનું અપમાન કરવું તેમના ચરિત્રમાં જ છે. એક પરિવાર માટે સેંકડો દિગ્ગજ નેતાઓને હાશિયામાં ધકેલવામાં આવે છે.અહિના આધુનિક કર્ણાટકના નિર્માતા કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ નિજલિંગપ્પાને અપમાનિત કરવાની કોઈ જ તક કોંગ્રેસે છોડી નથી.”

Juhi Parikh

Recent Posts

વિધાનસભા તરફ શિક્ષકોની કૂચ રાજ્યભરમાં અનેકની અટકાયત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…

21 hours ago

PM મોદીને મળ્યો દક્ષિણ કોરિયાનો સૌથી મોટો એવોર્ડ

(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…

21 hours ago

આઇસોલેશન વોર્ડ વગર સ્વાઇન ફ્લૂના દર્દીની સારવાર કરતી હોસ્પિટલને સીલ કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…

22 hours ago

STની હડતાળના બીજા દિવસે પણ હજારો મુસાફરો અટવાઇ ગયા

અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…

22 hours ago

શહેરના તમામ 240 બગીચાની જાળવણી માટે નવેસરથી કોન્ટ્રાક્ટ અપાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…

22 hours ago

હાઉસિંગ કોલોનીના રી ડેવલપમેન્ટમાં લાભાર્થીને 40 ટકા મોટું મકાન મળશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…

22 hours ago