MAમાં ફર્સ્ટ ક્લાસ હતાં PM નરેન્દ્ર મોદી

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલએ કેન્દ્રીય સૂચના કમિશનરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભ્યાસથી જોડાયેલી જાણકારી સાર્વજનિક કરવાની માંગ કરી અને તેમની ડિગ્રીને લઇને પણ પ્રશ્નો ઉઠાયા હતાં. ત્યારે આપણાં સહયોગી અમદાવાદ મિરરને મળેલી જાણકારી પ્રમાણે, મોદી સારા વિદ્યાર્થી હતાં અને રાજનિતી શાસ્ત્રમાં MAમાં ફર્સ્ટ ક્લાસ પાસ કર્યુ હતું.

કેજરીવાલના અનુરોધ પછી CIC શ્રીધર આચાર્યુલુએ
શુક્રવારેમોદીની શિક્ષાના સંબંધમાં ગુજરાત યૂનિવર્સિટી અને દિલ્હી યૂનિવર્સિટીની સાથે PMOથી વિગતો મંગાઇ હતી. કેજરીવાલે CIC પર આરોપ લગાવ્યો કે તે પ્રધાનમંત્રીથી જોડાયેલી મહતત્વપૂર્ણ જાણકારી બહાર આવતાં રોકે છે.

મોદીના કોલેજ રેકોર્ડ દેખીએ તો તે એવો ઇશારો કરે છે તે અભ્યાસમાં સારા હતાં. મોદી નીતિ કેન્દ્ર સરકારે પણ દિલ્હી યૂનિવર્સિટીના વિદ્યાર્થી રહેવા દરમિયાન ક્લાસમાં તમેના પર્ફોમન્સ માટે જાણકારી માંગી છે.

ગુજરાત યૂનિવર્સિટીમાં રહેલ વરણન અનુસાર , મોદીએ 1983માં રાજનિતી શાસ્ત્રમાં MA કર્યુ હતું અને તેમને કુલ 62.3 ટકા આવ્યા હતાં. તેમને પાઠ્યક્રમમાં યૂરોપિયન પોલિટીક્સ, ઇન્ડિયન પોલિટીકલ એનાલિસીસ અને સાઇકોલોજી ઓફ પોલિટીક્સ વિષયો હતાં. જો કે વિશ્વવિદ્યાલયે પ્રધાનમંત્રીના ગ્રેજ્યુએટની ડિગ્રીને લઇને કોઇ માહિતી આપી નથી.

You might also like