બુલેટ ટ્રેન ભુમિપુજન: PM મોદીએ કહ્યું દેશમાં આજથી ‘બુલેટ ક્રાંતિ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમના હસ્તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા ભારતીય રેલવે માટે આજે ઐતિહાસિક દિવસ ગણાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું શિંઝો આબેનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરુ છું. પીએમ મોદીએ ગુજરાતની જનતાને અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ કહ્યું શિંઝો આબે મારા અંગત મિત્ર છે. શિંઝો આબેનું ગુજરાતીઓએ ભવ્ય સ્વાગત કર્યું. આજે ભારતે પોતાના વર્ષો જૂના સ્વપ્નને પુરુ કરવા માટે મોટુ કદમ ઉઠાવ્યું છે. દેશને બુલેટ ટ્રેનના શિલાન્યાસપ્રોજેટ માટે ધન્યવાદ પાઠવું છું. ભારતના નાગરિકોને બુલેટ ટ્રેન માટે શુભેચ્છા પાઠવું છું. બુલેટ ટ્રેન તેજ ગતિ, તેજ ટેકનોલોજીથી તેજ પરિણામ મળશે. રોજગાર પણ મળશે અને ઝડપ પણ મળશે. આજનો દિવસ જાપાન અને ભારતના સંબંધો માટે ઐતિહાસિક દિવસ છે.

એક સાચો મિત્ર સમય અને સીમાના બંધનોથી દૂર રહે છે. આજે જાપાને સાબિત કર્યું કે તે ભારતનો સાચો મિત્ર છે. ભારતના હાઇસ્પિડ રેલવે પ્રોજેક્ટમાં જાપાનની મહત્વની ભાગીદારી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સંપૂર્ણ શ્રેય શિંઝો આબેને જાય છે. શિંઝો આબેએ વ્યક્તિગત ધ્યાન રાખી પ્રોજેક્ટમાં વિઘ્ન ન આવે તેનું ધ્યાન રાખ્યું. દેશના વિકાસમાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમથી દેશમાં કનેક્ટિવિટી વધે છે. જાપાનમાં સૌ પ્રથમ વખત બુલેટ ટ્રેન શરૂ થઇ, ત્યારબાદ વિશ્વમાં બુલેટ ટ્રેનની શરૂઆત થઇ. ટેકનોલોજી ઝડપથી બદલાઇ રહી છે. છેલ્લા 25 વર્ષમાં ટેકનોલોજી ઝડપથી બદલાઇ છે. આર્થિક પ્રગતિ માટે ગ્રોથ વધવો જરૂરી છે. જાપાને ભારતને 50 વર્ષના સમયગાળા માટે લોન આપી છે. 88 હજાર કરોડના રૂપિયા માત્ર 0.1 ટકાના વ્યાજદરે લોન આપી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ રકમ ખર્ચ થશે.

You might also like