આખરે PM મોદીએ દાદરી મુદ્દે તોડ્યું મૌનઃ ઘટના દુઃખદ

[:en]New Delhi : For the first time Prime Minister Narendra Modi has broken his silence on the protest against Dadri carnage and Pakistan’s Gazal singer Gulamali. Prime Minister has hailed the Dadri incident as tragic massacre, and also regretted on cancelation of Gulamali’s concert.

Narendra Modi had spoken frankly on Dadri in an interview with a newspaper. He said that the protest against Dadri and Gulamali is very tragic, but what is the role of central government in this? Such dispute has already happened. The party has always opposed pseudo disinterestedness in religion. Today again the tragic events have come in wake. It’s settlement is possible by communication. BJP never support such incidents.

PM Modi said that Bhajap’s policy is to proceeding and developing with everyone. The oppositions are trying to distinguish on the name of ecclesiastical card in society. False accusations are being made on us in Bihar polls. In fact, isn’t it opposition that playing polarization politics in such occurrence ? That he had asked.[:de]નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરી હત્યાકાંડ અને પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામઅલીના વિરોધ પર પ્રથમવાર પોતાનું મૌન તોડ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરી હત્યાકાંડને દુઃખદ ગણાવ્યો છે, જ્યારે ગુલામઅલીના કોન્સર્ટને રદ કરવાની ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો છે.

દાદરી હત્યાકાંડ અંગે આખરે ખામોશી તોડતા જણાવ્યું છે કે આ ઘટના દુઃખદ છે અને ભાજપ આવી ઘટનાને સમર્થન આપતું નથી. સાથે સાથે આ ઘટનામાં વિરોધીઓ સામે વડા પ્રધાન માથું ઝુકાવે એ માટે પણ કોઈ કારણ નથી, કારણ કે આ જવાબદારી તેમની સરકારની નથી.

એક અખબાર સાથેની મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરી પર નિખાલસ વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દાદરી અને ગુલામઅલીના વિરોધની ઘટનાઓ દુઃખદ છે, પરંતુ તેમાં કેન્દ્ર સરકારની શું ભૂમિકા છે ? અગાઉ પણ આવો વિવાદ છેડાયો હતો. ભાજપે હંમેશા છદ્મ ધર્મ નિરપેક્ષતાનો વિરોધ કર્યો છે, આજે આ દુઃખદ ઘટનાઓ અંગે ફરી વિવાદ છેડાયો છે. વાતચીત દ્વારા તેનું સમાધાન શક્ય છે. ભાજપ ક્યારેય આવી ઘટનાઓનું સમર્થન કરતી નથી.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભાજપની નીતિ સૌને સાથે લઈને સૌનો વિકાસ કરવાની છે. વિરોધ પક્ષો સાંપ્રદાયિક કાર્ડ ઊતરીને સમાજમાં ભાગલા પડાવવાનું કામ કરી રહ્યા છે. બિહારની ચૂંટણીને લઈને અમારા પર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે. વાસ્તવમાં શું વિપક્ષ આવી ઘટનામાં ધ્રુવીકરણની રાજનીતિ કરી રહ્યો નથી ? એવું મોદીએ પૂછ્યું હતું.[:]

You might also like