નફરતના સમર્થકોને શાંતિ નથી મળતી, પીએમ મોદીએ પાક. પર સાધ્યું નિશાન

બે દિવસના શ્રીલંકાની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંતરરાષ્ટ્રીય વૈશાખ દિવસમાં હાજરી આપવા પહોંચ્યા છે. આ સમારોહમાં હાજર થવાનો ઉલ્લેખ પીએમ મોદીએ મન ની વાતના કાર્યક્રમ દરમિયાન પણ કર્યો હતો. પોતાની મુલાકાતના બીજા દિવસે પીએમ ત્યાંના લોકોને સંબોધિત કરતાં કહ્યું બૌદ્ધ ધર્મનો સૌથી મોટો તહેવાર છે.

બોદ્ધ ધર્મના વૈશાખ સમારોહમાં ભાગ લીધા બાદ પીએમ મોદીએ શ્રીલંકામાં રહેલા તમિલ સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમએ સંબોધન દરમિયાન કહ્યું કે શ્રીલંકામાં ચાલી રહેલી ભારતની આવાય યોજનામાં 4000 ઘર બની રહ્યા છે. આ ઉપરાંત એમણે જાહેરાત કરી કે 10,000 હજાર વધારે ઘર બનાવવામાં આવશે. આ ઉપરાંત ભારત સરકારે 1990 ઇમરજન્સી એમ્બલન્સ સેવાને દરેક રાજ્યો સુધી વધારવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે શ્રીલંકા ચા ની નિકાસ કરવામાં વિશ્વમાં ત્રીજા નંબર પર છે. એના માટે એમણે ત્યાંના તમિલ સમુદાયને શુભેચ્છા પાઠવી. એમણે કહ્યું કે એમનો પણ ચા સાથે જૂનો સંબંધ છે અને એ લોકા માને છે કે ચા બંને દેશોને વધારે નજીક લઇને આવી છે. આ ઉપરાંત એમણે ડિકોટ હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કર્યું છે.

વૈશાખ દિવસ પર પીએમ નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને સંબોધિત કર્યું હતું. એ દરમિયાન એમણે કહ્યું કે વૈશાખ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને ઊજવવાનો પ્રસંગ છે. શ્રીલંકા અને ભારતનો સંબંધ પ્રાચીન છે. આ પ્રસંગે પીએમ મોદીએ જાહેરાત કરી કે એર ઇન્ડિયા આ વર્ષે ઓગસ્ટથી કોલંબોથી બનારસ સુધી સીધી ફ્લાઇટ ચલાવશે. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન બૌદ્ધથી જોડાયેલા લોકો એકબીજા સાથે સીધા જોડાશે.

પીએમ મોદીએ બૌદ્ધની શિખામણ માટે કહ્યું કે એમણે દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો. પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર પીએમ મોદીએ નિશાન સાધ્યું. પીએમએ કહ્યું કે નફરતના સમર્થક કોઇ દિવસ વાતચીત કરવા રાજી થતા નથી અને હંમેશા અશાંત રહે છે.

http://sambhaavnews.com/

You might also like