રાષ્ટ્રીય કાર્યકારિણીમાં શાહે UP સરકાર પર કર્યા પ્રહાર, રાજ્યમાં કાનૂન વ્યવસ્થા જેવું કશું નથી

અલ્હાબાદ: ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં રવિવારે શરૂ થયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. સંગમ કિનારે બે દિવસ સુધી ચાલનારી આ બેઠક પહેલાં પૂર્વ પીએમે પાર્ટીના ટોચના પદાધિકારીઓ સાથે હોટલમાં બેઠક કરી, તો બીજી તરફ રાષ્ટ્રીય કાર્યકારિણીને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે સંબોધિત કરી. તેમણે મોદી સરકાર પર બે વર્ષના કાર્યકાળને સફળ ગણાવ્યો.

અમિત શાહના સંબોધન બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મીડિયાને જણાવ્યું કે ભાજપ અધ્યક્ષ સરકારના કામકાજથી સંતુષ્ટ છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે ‘પોતાના સંબોધનમાં અમિત શાહજીએ કેન્દ્ર સરકારના બે વર્ષના કાર્યકાળને સફળ ગણાવ્યો. તેમણે સ્વિકાર્યું કે આ બે વર્ષોમાં દુનિયાભરમાં દેશનું માન વધી રહ્યું છે.’ અમિત શાહે પોતાના ભાષણમાં યૂપી સરકાર પણ જોરદાર નિશાન સાધ્યું. અમિત શાહે કહ્યું કે ‘યૂપીમાં માફિયારાજ ચે. મથુરા અને કૈરાનાનો કેસ બધાની સમક્ષ છે. તેના માટે રાજ્ય સરકાર સીધેસીધી દોષી છે.

રાષ્ટ્રીય કાર્યકારિણીમાં અમિત શાહનું સંબોધન

પશ્વિમ બંગાળ અને કેરલમાં પણ ભાજપ કાર્યકર્તાઓએ જોરદાર મહેનત કરી છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે બે વર્ષમાં ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપે સારી સફળતા પ્રાપ્ત કરી.

અસમની જીત ફક્ત રાજકીય સફળતા નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી હતી.

દેશભરમાં મોદી સરકારના બે વર્ષ પુરા થતાં વિકાસ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે.

યૂપી સરકાર કાનૂન વ્યવસ્થાને જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે.

યૂપીમાં મથુરા અને કૈનરાનો કેસ બધાની સમક્ષ છે. તેના માટે સીધી રાજ્ય સરકાર દોષી છે.

દસ વર્ષ સુધી કેન્દ્રમાં યૂપીએ સરકારે 12.5 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો.

મોદી સરકારના બે વર્ષમાં એક પૈસાના ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગ્યો નથી.

મોદી સરકાર દેશની સીમાઓને મજબૂત કરી રહી છે. સેનાને મજબૂત કરવામાં આવી રહી છે.

દુનિયા ભરમાં ભારત દેશનું સન્માન વધી રહ્યું છે. દુનિયા આપણને માની રહી છે.

21મી સદી મોદીજીના નેતૃત્વવાળો આપણો ભારત દેશ હશે.

આપણી અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી વધુ ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બની ચૂકી છે.

સાઉદી અરબ અને અફઘાનિસ્તાને પોતાના દેશનું સર્વોચ્ચ સન્માન પીએમ મોદીજીને આપ્યું છે.

અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રએ મોદીજીના ભાષણ દરમિયાન ઘણીવાર સ્ટેન્ડિંગ ઓબેશન આપ્યું.

મોદીજીના ભાષણ પર આખા દેશને ગર્વ થયો. તેમણે 125 કરોડ ભારતીયોનું માન વધાર્યું.

એમટીસીઆર અને એનએસજી માટે દુનિયાભરથી ભારતને સમર્થન મળી રહ્યું છે.

મોદીજીની કુશળ વિદેશ નીતિના લીધે દુનિયાભરના લોકો તેમની વાત માને છે.

પીએમ મોદીએ પરિવર્તન પર ભાર મૂક્યો
આ પહેલાં હોટલ કાન્હા શ્યામમાં પાર્ટી પદાધિકારીઓને સાથે બેઠક દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે સમયની સાથે સંગઠનમાં ફેરફાર જરૂરી છે અને આ થવું જોઇએ. તેમણે લગભગ 10 મિનિટ સુધી નેતાઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે ‘પરિવર્તન થતા રહે છે, પરંતુ આપણે આગળ વધતા રહેવું જોઇએ. આપણે નવા આઇડિયા પર વિચાર કરતા રહેવું છે.’

પીએમે કહ્યું જે કાર્યકર્તા આપણી સાથે જોડાયેલા છે તેને એકજુટ કરીને આગળ વધવાનું છે. આપણે દેશમાં 80 કરોડ યુવાન છે. તેમના મનને વાંચતા જરૂરી ફેરફાર કરવા પડશે.

વિપક્ષને નબળા ન સમજવાની સલાહ
વડાપ્રધાને આ સાથે જ પાર્ટી અધિકારીઓને વિપક્ષને નબળા ન સમજવાની સલાહ પણ આપી. તેમણે કહ્યું કે ‘વિપક્ષને નબળા ન સમજવા જોઇએ. તે આપણી પર હુમલા કરવા માટે નવી નવી રીત શોધતા રહે છે. તેમના હુમલાનો જવાબ આપણા કામથી આપવાનો છે. આપણે વિપક્ષને એક્સપોઝ કરવાની જરૂર નથી. આપણે મજબૂત બનવું પડશે. આપણા જે 11 કરોડ સભ્ય છે તેમને આપણી સાથે જોડી રાખવા છે. તેના માધ્યમથી જ સરકારની ઉપલબ્ધિઓ જનતા સુધી પહોંચાડવાની છે.

યૂપી માટે અલગથી નહી થાય કોઇ સત્ર
અમિત શાહ સોમવારે સાંજે ઉત્તર પ્રદેશના પાર્ટીના બધા સાંસદો સાથે ચૂંટણીની રણનિતી પર વાત કરશે. કાર્યકારિણીમાં અલગથી યૂપી પર કોઇ સત્ર થશે નહી. અમિત શાહ અને મોદીના ભાષણમાં યૂપી પર ફોકસ થશે. રવિવારે અધ્યક્ષીય ભાષણ બાદ રાજ્યોના રિપોર્ટ દરમિયાન ચર્ચા થઇ.

અલ્હાબાદથી ચાલશે પીએમઓ
સંગમ નગરીમાં યોજાઇ રહેલી બેઠકમાં તમામ મુદ્દાઓ સહિત આગામી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા થશે. બીજેપી ભાજપ, ગોવા અને ઉત્તરાખંડ ચૂંટણી પર માથાચપ્પી કરશે. પરંતુ એજેંડામાં ટોપ પર યૂપીની ચૂંટણી માટે રણનિતિ તૈયાર કરવાનો છે. વડાપ્રધાનમંત્રી બે દિવસ સુધી દિલ્હી છોડીને અલ્હાબાદમાં રહેશે. જો કે તેમની ઓફિસ એટલે કે પીએમઓ પણ ત્યાંથી જ ચાલશે.

You might also like