કેબિનેટ વિસ્તાર પહેલાં આજે મંત્રીઓની અપ્રેઝલ મીટિંગ લેશે PM મોદી

નવી દિલ્હી: બે વર્ષના કાર્યકાળ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં વિસ્તારની ચર્ચાએ જોર પકડ્યું છે. આગળ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે, જો કે મંત્રિમંડળમાં ઘણા ચહેરા સામેલ થઇ શકે છે તો ઘણાની હકાલપટ્ટી પણ નક્કી છે. પરંતુ આ પ્રક્રિયા પહેલાં પીએમ મોદી ગુરૂવારે પોતાના મંત્રીઓની અપ્રેઝલ મીટિંગ લેવાના છે. આ દરમિયાન મંત્રીઓ કામકાજનો હિસાબ માંગશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં મંત્રી પીએમને પોતાના અત્યાર સુધીના કામકાજનું વિવરણ અને ઉપયોગિતાનો હિસાબ આપશે. એટલું જ નહી 18 જુલાઇથી સંસદનું મોનસૂન સત્ર પણ શરૂ થઇ રહ્યું છે. જો કે મીટિંગમાં મોનસૂત્ર સત્રની રૂપરેખા પણ નક્કી થશે. આ બેઠક સાંજે 4 વાગે થશે.

મોદીને મળ્યા અમિત શાહ અને જેટલી
તમને જણાવી દઇએ કે આ મહત્વપૂર્ણ બેઠક પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના આવાસ પર ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને નાણામંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન ત્રણેય નેતાઓ વચ્ચે પાર્ટી અને સરકારની નીતિઓને લઇને ચર્ચા થઇ.

બીજી તરફ ગુરૂવારે સાંજે બેઠક માટે મંત્રી લાંબા સમયથી તૈયારી કરી રહ્યાં છે. બધા મંત્રીઓને કામકાજનું પ્રેજેંટેશન આપવાનું છે અને તેના માટે બધાને એક નિશ્વિત સમય સીમા આપવામાં આવશે.

આ નામો પર છે વિશેષ રીતે ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબના ઘણા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપી શકાય છે. મોદી કેબિનેટમાં હજુ સુધી ઉત્તરાખંડનું કોઇ નેતૃત્વ કરી રહ્યું નથી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર યૂપીમાંથી યોગી આદિત્યનાથ, સત્યપાલ સિંહ અને સાધ્વી સાવિત્રી ફૂલેના નામની ચર્ચા છે, તો બીજી તરફ નવજોત સિંહ સિદ્ધૂ, અસમમાંથી રામેશ્વર તેલી અને ભગત સિંહ કોશિયારી, જ્યારે ઉત્તરાખંડથી અજય ટામ્ટાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

You might also like