મિત્રોનો પાર્ટ-2 આજે 7.30 વાગ્યે થશે રિલિઝ : લોકોમાં ભારે આતુરતા

નવી દિલ્હી: મોદી ભાષણની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. 8 નવેમ્બરે રાષ્ટ્રજોગ મોદીએ આપેલા નિવેદથી દેશમાં હડકંપ આવી ગયો હતો. જેમા નોટબંધીની જાહેરાત કરાઇ હતી. જો કે આજે તેનો બીજો ભાગ ફરી રીલિઝ થવા જઇ હ્યો છે. નોટબંધી પુરી થઇ ચુકી છે જ્યારે મોદી આજે કોઇ નવો ધડાકો કરશે કે લાઇનમાં ઉભા રહીને પરેશાન થયેલા લોકોને કોઇ નવ વર્ષની ગીફ્ટ આપશે તેના પર લોકોની નજર ખોડાયેલી છે.

નોટબંધીના ગઈકાલે 50 દિવસ પૂરા થઈ જતાં આજે સાંજે વડા પ્રધાન મોદી રાષ્ટ્રજોગ સંદેશ આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી આજે દેશવાસીઓનો આભાર માની કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. આજે મોદી આમ જનતાને 50 દિવસ સુધી લોકોએ જે ધીરજ રાખી છે તે બદલ આભાર માનશે. અને આ દિવસોમાં સરકારે કેવાં પગલાં ભર્યાં તે અંગે જાણકારી આપશે.

નોટબંધી બાદ વિપક્ષે સરકાર પર જે આક્ષેપો કર્યા હતા તે અંગે પણ લોકોને જાણકારી આપે તેવી શક્યતા છે. અને આ દિવસો દરમિયાન વારંવાર નિયમો કેમ બદલાવ્યા તે અંગે પણ ખુલાસો કરી શકે તેમ છે. વડા પ્રધાન નોટંબધીથી થયેલા ફાયદા અગે પણ આમજનતાને જાણકારી આપે તેવી શકયતા છે.  તેમજ કેટલું કાળુ નાણું મળી આવ્યું અને હવે કાળાં નાણાં સામે કેવાં પગલાં લેવાશે તે અંગે કોઈ જાહેરાત કરે તેવી સંભાવના છે.

દરમિયાન એક એવી પણ માહિતી બહાર આવી રહી છે કે મોદી આજે કિસાનો,ગરીબો, અને શ્રમિકો માટે કોઈ મોટી રાહત આપવાની જાહેરાત કરી શકે તેમ છે. તેમજ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા લોકોને આવાં પેમેન્ટ તરફ વળવા અપીલ કરે તેવી શકયતા છે.  બીજી તરફ કોંગ્રેસે નોટબંધી મામલે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. જેમાં બીજી અને ત્રીજી જાન્યુઆરીએ ઉચ્ચ સ્તરની કોન્ફરન્સ યોજી સરકાર સામે લડત ચલાવવા આયોજન કરશે.
http://sambhaavnews.com/

You might also like