બેંગલુરૂ: PM મોદીએ ગણાવ્યાં કોંગ્રેસનાં 5 વર્ષનાં પ્રપંચનાં પ્રકારો

કર્ણાટકઃ વિધાનસભા ચૂંટણી હવે યોજાવા જઇ રહી છે. ત્યારે હાલમાં રાજ્યભરમાં પૂરજોશથી તેને લઇને પ્રચાર-પ્રસાર અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ કર્ણાટકમાં સતત ધમાકેદાર રેલીઓ કરી રહ્યાં છે અને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી સતત કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇને પૂરજોશથી ધમાકેદાર રેલીઓ કરી રહ્યાં છે.

ભાજપનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પણ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. મંગળવારનાં રોજ આજનાં દિવસે બેંગલુરૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

તેઓએ જણાવ્યું કે કોંગ્રેસનું ચરિત્ર એવાં પ્રકારનું છે કે જે લોકોને આજે જેલમાં જવું જોઇએ તે લોકો આજે સરકારમાં બેઠા છે. કોંગ્રેસે બેંગલુરૂને બદનામ કરવામાં કોઇ પણ પ્રકારની કસર નથી છોડી.

મોદીએ કહ્યું કે કર્ણાટક સરકારે લોકાયુકતને ઢીલું પાડી દીધું છે. તેઓએ જણાવ્યું કે આ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનાં 5 વર્ષનો હિસાબ આપવો જોઇતો હતો પરંતુ એવું નથી થઇ રહ્યું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ માત્ર પ્રપંચ જ કરી રહી છે અને કોંગ્રેસનાં આ 5 વર્ષનાં પ્રપંચનાં આ પ્રકારો છે….

1. દિલ્હીપતિથી ગલીપતિ સુધી એક પરિવાર, પરંતુ તેનાંથી આગળ કંઇ જ નહીં
2. ભ્રષ્ટાચારની સરકાર
3. અપરાધીઓને જુલમ
4. ખેડૂતોમાં હાહાકાર
5. દેશ, સમાજ અને જાતિની કરી વહેંચણી

 

તેઓએ કહ્યું કે કોંગ્રેસે 5 પ્રપંચ કરીને માત્ર કર્ણાટકનું પતન જ નથી કર્યું પરંતુ આગામી યુવા પેઢીનાં ભવિષ્યનું પણ પતન કરેલ છે. સિદ્ધારમૈયા પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે,”કર્ણાટકનાં CM સિદ્ધારમૈયા બેંગલુરૂને પસંદ કરતા નથી પરંતુ 5 વર્ષમાં બેંગલુરૂનું સ્થિતિ બિલકુલ ખરાબ થઇ ગઇ છે.”

You might also like