વોશિંગટનઃ હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. તેઓએ આજે ભારત-અમેરિકા બિઝનેસ કાઉન્સિંલની 40મી વાર્ષિક બેઠકને સંબોધિત કરી છે. તેમણે જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિને જોતા દુનિયાભરમાં આર્થિક પરિસ્થિતિ બનળી થઇ ગઇ છે. ત્યારે વિકાસ માટે દુનિયાને નવા એન્જિનની જરૂર છે.
I am happy to tell you that today India is poised to contribute as a new engine of global growth: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 8, 2016
પીએમએ જણાવ્યું છે કે જો વિકાસ માટે લોકતંત્ર રૂપી એન્જીન ઉપયોગમાં લાવવામાં આવે તો ગ્રોથ નિશ્ચિત છે. ભારતે વૈશ્વિક વિકાસમાં પોતાનું યોગદાન આપતું રહેશે. ભારતને અમેરિકા પાસેથી શિખવાની જરૂરઃ રોકાણના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ભારત વિશાળ અને વિકસીત બજારની રીતે તૈયાર થઇ રહ્યું છે. ત્યારે અહીં તે સિવાય પણ અન્ય ઘણી વસ્તુઓ છે. બજાર સિવાય ભારતમાં વૈજ્ઞાનિક અને પ્રબંધકીય ગુણ પણ છે. તેમણે જણાવ્યું કે ભારતે અમેરીકા પાસેથી ઘણું શીખવાની જરૂર છે. અમેરિકાનો ભૂતકાળ જેટલો સારો હતો, ભવિષ્ય પણ તેટલું જ રોમાંચક હશે.
America is not just a country with a great past, it is a country with an exciting future: PM @narendramodi in Washington DC
— PMO India (@PMOIndia) June 8, 2016
બે વર્ષમાં મજબુત થઇ અર્થવ્યવસ્થાઃ સરકારના બે વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ જણાવ્યું છે કે બે વર્ષની અંદર સરકારે ઘણા પરિવર્તનો લાવ્યાં છે. સાથે જ દેશની આર્થિક સ્થિતિ પણ મજબુત બનાવી છે. આ ઉપરાંત જીડીપી, ફોરેન એક્સચેન્જ અને રોકાણમાં પણ વધારો જોવા મળ્યો છે. જનધન યોજનાની પ્રસંશા કરતા તેમણે જણાવ્યું છે કે આનાથી ગરીબ વર્ગ પણ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરવા માટે સક્ષમ બન્યું છે.
In 2 years, we have managed to overcome the odds and register an impressive economic performance: PM @narendramodi in Washington DC
— PMO India (@PMOIndia) June 8, 2016
A comprehensive package of reforms, for #TransformingIndia. pic.twitter.com/ogqXXFiqE8
— PMO India (@PMOIndia) June 8, 2016