મ્યાનમારમાં પીએમ મોદીએ કહ્યું કે,”સબકા સાથ, સબકા વિકાસ એ જ મારી સરકારનો મંત્ર”

મ્યાનમારમાં પીએમ નરેન્દ્ર મોદીએ યાંગૂનમાં ભારતીયોને સંબોધિત કર્યાં. યાંગૂનમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને દેશોની કોઇ સીમા જ નથી, ભાવનાઓ પણ એકબીજાંથી જોડાયેલ છે.

મ્યાનમારનાં યંગૂનના થવન્ના સ્ટેડિયમમાં ભારતીય સમુદાયનાં કાર્યક્રમમાં PM મોદીએ ભારતીય લોકોને પ્રણામ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે મ્યાનમારમાં હું મિની ઇન્ડીયા જોઇ રહ્યો છું. હું મ્યાનમારની સંસ્કૃતિને નજીકથી જોવા માગતો હતો. આજે અહીં ભારતીય લોકોને મળીને મને ખુશી થઇ છે. મ્યાનમારની પુણ્ય ભૂમિએ વિપશ્યનાનો ઉપહાર આપ્યો છે.
પીએમ મોદીએ અહીં મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતાં.

તમે બધા ભારતનાં રાષ્ટ્રદૂત છો. પીએમ મોદીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનાં કામનાં પણ વખાણ કર્યાં અને કહ્યું કે વિદેશીઓ માટે સુષ્મા સ્વરાજ જેટલું ચિંતિત કોઇ નથી. ભારત તેજીથી આગળ વધતો અને ઝડપથી બદલાતો દેશ છે. દુનિયામાં ભારતનું સન્માન તમારા લોકોને આભારી છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે આઝાદીનાં 75 વર્ષે નવા ભારતનું નિર્માણ કરીશું તેમજ ગરીબી, આતંકવાદ, સાંપ્રદાયિકતા મુક્ત ભારત બનાવીશું અને સરકાર પણ સામાન્ય લોકોનાં જીવનને સારૂ બનાવવા માટે કાર્યરત છે.

મોદીએ એમ પણ કહ્યું કે લોકો માટેનાં નિર્ણયો લેતા અમે જરા પણ ડરશું નહીં. અમારી માટે દેશથી સર્વોપરી કોઇ જ નથી. દેશનાં લોકોએ નોટબંધીમાં સહકાર આપી ભ્રષ્ટાચારી લોકોને પાઠ ભણાવ્યો એ સિવાય 2014માં સેટેલાઇટનું જે વચન અમે આપ્યું હતું એ વચન પણ અમે પૂર્ણ કર્યુ. આજે ભારત પાસેથી વિશ્વને પણ નવી આશાઓ છે. મણીપુર-મ્યાનમાર વચ્ચે વેપારી સેતુ પણ બનશે. આજે ભારત-મ્યાનમાર વચ્ચે એક ઐતિહાસિક સંબંધ છે. મેં INA મેમોરિયલનો પ્રસ્તાવ પણ મુક્યો છે. INA મેમોરિયલથી આવનારી પેઢીઓ ઐતિહાસિક સંબંધથી પરિચિત થશે. મ્યાનમારનાં 40 માછીમારોને ભારત મુક્ત કરશે.

મોદીએ અંતમાં કહ્યું કે,”સબકા સાથ, સબકા વિકાસ એ જ મારી સરકારનો મંત્ર”. હું તમારા સ્નેહ અને આશીર્વાદને પણ નમન કરુ છું અને અહીં આટલી મોટી સંખ્યામાં આવેલા હું તમામ લોકોનો આભાર માનું છું.

You might also like