બેલ્જિયમ પર હજી પણ છે આતંકી ડોળો : મોદીની સુરક્ષા માટે બેલ્જિયમ આર્મી

બ્રસેલ્સ : 13માં ભારતીય યૂરોપીયન યુનિયન સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી બ્રસેલ્સ જનાર છે. દરમિયાન મોદીની સુરક્ષા માટે બેલ્જિયમ આર્મી ગોઠવવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે આતંકવાદી હૂમલાનાં કારણે બ્રસેલ્સ ચર્ચામાં આવ્યું હતું. બ્રસેલ્સમાં મોદીનું ભાષણ સાંભળવા માટે અત્યા સુધીમાં પાંચ હજાર લોકો રજીસ્ટર કરાવી ચુક્યા છે. જો કે આતંકવાદનાં ઓછાયાનાં કારણે ભારત સરકાર પણ ચિંતિત છે.
બેલ્જિયમ મીડિયામાં આવી રહેલા અહેવાલો અનુસાર મોદીનાં પ્રવાસ પહેલા આ હૂમલો થવાનાં કારણે બંન્ને સરકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે ત્યાર બાદ મોદીનાં નિર્ધાર અને બંન્ને સરકારોની મંત્રણાનાં પગલે કાર્યક્રમ યથાવત્ત રખાયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 5 હજારથી વધારે લોકો મોદીનાં કાર્યક્રમ માટે રજીસ્ટર કરાવી ચુક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોદી 13માં યૂરોપીયન યુનિયન સમિટમાં ભાગ લેવા માટે બ્રસેલ્સ જશે. જ્યાં બંન્ને દેશોનાં સમકક્ષો વચ્ચે મંત્રણા આથશે. ઉપરાંત ન્યૂક્લિલિયર સિક્યુરિટી સમિટમાં પણ મોદી ભાગ લેશે. આતંકવાદી હૂમલા બાદથી જોવેટેમ એરપોર્ટ મંગળવાર સુધી બંધ રહેશે. જો કે એરપોર્ટ બંધ રહેવાથી ઓર્ગેનાઇઝેશન પરેશાન છે. ફ્લાઇટ રદ્દ થતા અનેક ભારતીય હજી પણ મુશ્કેલીમાં હોવાની માહિતી મળી રહે છે. જો કે ઇન્સ્ટાડમનાં રસ્તે તમામ ભારતીયોને પરત લવાઇ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 22 માર્ચે બ્રસેલ્સનાં એરપોર્ટ અને મેટ્રો સ્ટેશન પર હૂમલાઓ થયા. જો કે હજી સુધી હૂમલાનો ખતરો ટળ્યો નથી. આતંકવાદીઓનાં નિશાના પર બેલ્જિયમનો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ હોવાની માહિતી મળી રહી છે. બ્રસેલ્સ હૂમલાનાં ચાર દિવસ બાદ જ પ્લાન્ટનાં એક સિક્યુરીટી ગાર્ડની હત્યા કરીને તેનો પાસ ચોરી લેવામાં આવ્યો છે. જેથી બેલ્જિયમ પર હજી પણ ભયનો ઓથાર હોવાની વાત સ્થાનિક મીડિયામાં ચર્ચાઇ રહી છે.

You might also like