PM મોદીએ વીડિયો શેર કરી કુમારસ્વામી, મનિકા બત્રાને ‘ફિટનેસ ચેલેન્જ’ આપી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા સોશિયલ મીડિયા પર શરૂ કરવામાં આવેલ ફિટનેસ ચેલેન્જમાં માત્ર ભાગ જ ન લીધો, પરંતુ રાજકીય વિરોધીઓને પડકાર પણ ફેંક્યો. આજે વડા પ્રધાને એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તેમણે રાજકીય વિરોધીઓને પણ ચેલેન્જ આપી છે. આ વીડિયોમાં પીએમ મોદી એક્સર્સાઈઝ અને યોગ કરતા નજરે પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટર વિરાટ કોહલીએ ૨૩મીના રોજ એકસર્સાઈઝનો એક વીડિયો શેર કરીને પોતાની પત્ની અનુષ્કા શર્મા, ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને પીએમ નરેન્દ્ર મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી. પીએમ મોદીએ ફિટનેસ ચેલેન્જ કુમારસ્વામી ઉપરાંત ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રાને પણ આપી છે. આ ઉપરાંત પીએમ મોદીએ દેશભરના એ તમામ આઈપીએસ અધિકારીઓને પણ ફિટનેસ ચેલેન્જ આપી છે કે જેમની ઉંમર ૪૦ વર્ષથી વધુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટની ચેલેન્જનો સ્વીકાર કરતાં #HumFitTohIndiaFit ટેગની સાથે પીએમ મોદીએ ૨૪ મેના ચેલેન્જના જવાબમાં લખ્યું હતું કે તેઓ જલદી પોતાનો વીડિયો શેર કરશે. ત્યાર બાદ પીએમ મોદીએ આજે ફિટનેસ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

આ વીડિયોમાં પીએમ મોદી સવારની એકસર્સાઈઝ અને યોગનો વીડિયો શેર કર્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે હું ટ્રેક પર ચાલું છું. જેમાં પંચતત્ત્વ છે – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તે વ્યક્તિને તરોતાજા કરે છે અને હું શ્વાસની કસરત પણ કરું છું. આ વીડિયોમાં પીએમ મોદી બુદ્ધની પ્રતિમાની સામે અનુલોમ-વિલોમ કરતા દેખાય છે. આ ઉપરાંત પીએમ આવાસનાં મેદાનમાં તેઓ વિવિધ કસરતો કરતા દેખાય છે.

પીએમ એક એવા ગોળ ટ્રેક પર ચાલતા દેખાય છે જેના પર માટી, લાકડું, કાંકરા, રેતી અને પાણી પણ છે. આને પીએમ પ્રકૃતિનાં પંચ તત્ત્વ પ્રેરિત એકસર્સાઈઝ ગણાવે છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિનને ધ્યાનમાં રાખીને યોગાસનોના એનિમેટેડ વીડિયો શેર કર્યા હતા. તેમણે વીડિયો જારી કરતાં ટ્વિટ કર્યું હતું કે નાડી શોધન પ્રાણાયામ પર એક વીડિયો શેર કરી રહ્યો છું. તેનો દરરોજ અભ્યાસ કરવાથી જીવનમાં અનેક ફાયદા થશે.

divyesh

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

6 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

6 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

6 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

6 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

6 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

6 hours ago