આગળના 7 મહિનામાં 10 દેશોની મુલાકાત કરશે PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી આ વર્ષના બચેલા સાત મહીનામાં 10 દેશોની મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદી પોતાની સરકારના 3 વર્ષ
પૂરા થયાના જશ્ન મનાવ્યા તરત બાદ વિદેશ યાત્રા શરૂ કરશે.

પોતાની આગળની યાત્રા માટે પીએમ મોદી 29 મે રવાના થશે. આ યાત્રામાં મોદી સ્પેન, જર્મની અને રશિયા જશે. રશિયાના સેન્ટ
પીટર્સબર્ગમાં પીએમ મોદી 1 થી 3 જૂન સુધી થનારા આંતરરાષ્ટ્રીય આર્થિક મંચમાં ભાગ લેશે. ત્યારબાદ એ શંઘાઇ સહયોગ સંગઠનના
શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 7 અને 8 જૂન કઝાકિસ્તાનમાં હશે.

રશિયા અને કઝાકિસ્તાન બાદ પીએમ મોદી જુલાઇના પહેલાસપ્તાહમાં ઇઝરાયલ યાત્રાએ જશે. જણાવી દઇએ કે ભારતના કોઇ પમ
પ્રધાનમંત્રીની આ પહેલી ઇઝરાયલ મુલાકાત હશે. ઇઝરાયલમાં મોદી ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે. ભારતના વિદેશ
સચિવ એસ જયશંકર પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને અંતિમ રૂપ આપવા માટે થોડાક દિવસ પહેલાં જ ઇઝરાયલ ગયા હતા. આ
વાતની સંભાવના છે કે ત્યાં તેલ અવિવમાં ભારતીય મૂળનમા લોકો મોદીના સમ્માનમાં સ્વાગત સમારોહ આયોજિત કરી શકે છે.

ઇઝરાયલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 અને 8 જુલાઇ જી-20 શિખલ સંમેલનમાં ભાગ લેવા જર્મની જશે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં
મોદી ચીન જશે. મોદી જિયામેન શેહરમાં 3 થી 5 સપ્ટેમ્બર સુધી થવા જઇ રહેલા નોર્વે બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. તો 27
સપ્ટેમ્બરે મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા અમેરિકા જશે.

અમેરિકા બાદ મોદી કેનેડા જશે. ત્યારબાદ 13 થી 14 નવેમ્બર ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા મનાલી જશે.

http://sambhaavnews.com/

You might also like