ઘણી વખત વ્યક્તિની ઉંમર વધે છે પરંતુ સમજ નહી : મોદીનો રાહુલ પર વ્યંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે લોકસભામાં થેક્યુ મોશન પર ભાષણ આપ્યું. જેમાં પીએમ મોદીએ જણાવ્યું કે સંસદ ન ચલાવવા દેવાથી વિપક્ષ અને દેશનું જ નુકશાન થાય છે. સાથે જ ચર્ચા દરમ્યાન સંસદની ગરીમા અને મર્યાદા પણ જાડવવી જોઇએ. હાલ જનહિતના તમામ બિલ અટકેલા પડ્યા છે ત્યારે તમામ બિલ દેશના હિત માટે જરૂરી છે. પીએમ મોદીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના અધ્યાયદેશ ફાડવા અંગેની વાત કરતા જણાવ્યું કે 27 સપ્ટેમ્બર 2013ના રોજ જે ઘટના બની તે દેશ ભૂલી શકે તેમ નથી.

યૂપી સરકારના સમયે કેટલાક નેતાઓને ચૂંટણી ન લડવા દેવા અંગે કેબિનેટમાં એક અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં તેને ફાળી નાખ્યો હતો અને ત્યાંથી જતા રહ્યાં હતા. બુધવારે રાહુલે લોકસભામાં આપેલા નિવેદન અંગે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેટલાક સાંસદ મનોરંજન પણ કરે છે.

જેના કારણે વિપક્ષના અન્ય સાંસદો પણ કાંઇ બોલી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક લોકોના વિચારો મેચ્યોર થાય છે ત્યાં સુધી તો બહુ મોડુ થઇ જાય છે. ભાષણની અંતિમક્ષણોમાં પીએમ મોદીએ વિપક્ષને કહ્યું હતું કે તેઓ નવા છે એટલા માટે  લોકો સરકાર પર ભરોસો કરે તે અંગેના કેટલાક મંતવ્યો  તેમને વિપક્ષ જણાવે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે એનડીએની સરકાર દરેક કામમાં કોંગ્રેસ કરતા સારી રહી છે.

ગરીબી કોંગ્રેસને કારણેઃ પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસે દેશમાં ગરીબીના મૂળ મજબુત કરી નાખ્યા છે. ગરીબી એનડીએ સરકારની સફળતાનું સ્મારક નથી. તેમણે કહ્યું કે 60 વર્ષમાં ગરીબોનું કાંઇ જ ભૂલુ થયું નથી. કોંગ્રેસે ઓછા ગરીબ રાજ્યોમાં મનરેગાનો લાભ આપ્યો છે. જ્યારે અસલી ગરીબ વર્ગ સુધી તે લાભ પહોંચ્યો જ નથી. એટલા માટે જ ગરીબી પૂરી થઇ નથી. તેમણે કહ્યું કે ગરીબો ન હોય તો મનરેગા પણ ન હોત.

પીએમ મોદીએ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધાના કેટલાક ભાષણોનો ટાંકીને કહ્યું કે તેમણે હંમેશા દેશહિતને ઉપર રાખીને રજૂઆત કરી છે અને આપણા વડિલોની વાત આપણે માનવી જોઇએ.  આ સાથે આઠ માર્ચ અને મહિલા દીને માત્ર મહિલાઓને જ સંસદમાં બોલવાનો મોકો આપવો જોઇએ, તેમ તેમણે કહ્યું હતું.

You might also like