વડાપ્રધાનની આગામી 7 માર્ચે ગુજરાત પ્રવાસે : જાણો શું છે કાર્યક્રમ

ગાંધીનગર : આગામી 7 માર્ચે પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેઓ અનેક વિસ્તારની મુલાકાત લેશે. PM મોદીના કાર્યક્રમ પર નજર કરીએ તો, PM મોદી 7 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. બપોરે 2:30 કલાકે એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ દહેજ ખાતે પ્લાન્ટની મુલાકાત લેશે.

જ્યા ઓપેલ પ્લાન્ટમાં 50 મિનિટ સુધી મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે પી.એમ મોદી ભરૂચમાં નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરશે, અને સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચી રાજભવન ખાતે રાત્રીરોકાણ કરશે, અને બીજા દિવસે એટલે કે 8 માર્ચે પ્રધાનમંત્રી 11 વાગ્યે દિવ પહોંચી સોમનાથ મંદિરના દર્શન કરશે. સાથે જ 2:30 કલાકે મહાત્માં મંદિરમાં મહિલા સરપંચને સંબોધન કરશે.

અત્રે ઉલ્લે્ખનીય છે કે વડાપ્રધાન મોદીનાં ભરૂચ આગમનનાં પગલે સમગ્ર તંત્ર ખડે પગે છે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

You might also like