પીએમનો અખિલેશ પર વાર, આપે પાંચ વર્ષનો હિસાબ

ગાઝિયાબાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂપીના ગાઝિયાબાદમાં બુધવારે રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ અખિલેશ સરકાર પર વાર કર્યા હતા. આ ચૂંટણી યૂપીમાં વિકાસનો 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરશે. પીએમ મોદીએ યૂપીમાં લોકોને અપીલ કરી છે કે પોતાની કિસ્મત બદલવા માટે આ વખતે વોટ કરો. રેલીમાં મોદીએ કહ્યું છે કે યૂપીમાં અખિલેશ સરકાર નિષ્ફળ રહી છે. પ્રદેશમાં બહેન-દીકરીઓ સુરક્ષીત નથી. અખિલેશ સરકાર પાંચ વર્ષના કામનો હિસાબ આપે. સપામાં ગુડ્ડાઓને પોષવામાં આવે છે. યૂપીમાં દિકરીઓ ડરના માર્યા સ્કૂલ પણ જતી નથી. આ ચૂંટણી 14 વર્ષથી રોકાયેલા વિકાસને આગળ વધારવાની તક આપશે.

પીએમ મોદીએ કહ્યું કે તેઓ અમને અત્યાર સુધી કહેતા હતા કે તમે શુ કર્યું. હવે અમારો સમય આવી ગયો છે કે તેઓ અમને કહે તેમણે પાંચ વર્ષ સુધી શું કર્યું. મને લાગ્યું હતું કે અખિલેશ ભણેલો ગણેલો માસણ છે. જે યૂપીનો વિકાસ કરશે. પરંતુ અહીં તો તેણે બધુ જ બરબાદ કરી દીધું છે. આજે યૂપીમાં સાંજે કોઇ પણ છોકરી ઘરની બહાર એકલી જઇ શકતી નથી. તેમને કાયદો અને વ્યવસ્થાની કાંઇ જ પડી નથી. અહીં લોકોને નોકરી શા માટે નથી મળતી, કારણકે અહીં ગનર્નન્સને જાતીવાદના આધારે વેચવામાં આવી છે. અહીં કરપ્શન પણ ખૂબ જ વધી ગયું છે પણ કોઇ પણ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો નથી. ભ્રષ્ટાચારી સરકારને હટાવીને વિકાસની દિશામાં આગળ વધવું જોઇએ.

http://sambhaavnews.com/

You might also like