યૂપી ચૂંટણીઃ સતત ત્રીજા દિવસે મોદી બનારસમાં, જાણો મિશન મંડે વિશે

વારણસીઃ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અંતિમ તબક્કામાં છે અને 8 માર્ચે સાતમા અને અંતિમ ચરણમાં મતદાન થવાનું છે, ત્યારે આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. તેવામાં તમામ રાજનીતિક પાર્ટીઓ પોતાનું તમામ જોર ચૂંટણી પ્રચારમાં લગાવી રહ્યાં છે. આ ચરણમાં જે 40 સીટો પર મતદાન છે. તેમાં બનારસની 8 વિધાનસભા સીટો પર સૌથી વધારે મહત્વપૂર્ણ મતદાન થવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચૂંટણી વિસ્તાર હોવાને કારણે બનારસની સીટો જીતવી તે બીજેપી અને પ્રધાનમંત્રી માટે પ્રતિષ્ઠાનો વિષય છે. આજ કારણે પીએમ મોદી ત્રણ દિવસથી બનારસ અને તેની આસપાસના વિસ્તારોમાં વોટિંગ કરવા માટે પ્રચાર કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સોમવારે બનારસ હિંદૂ વિશ્વવિદ્યાલની પાસે આવેલા ગઢવા ઘાટ આશ્રમે દર્શન કરશે. મોદી ગઢવા ઘાટ પહેલી વખત જઇ રહ્યાં છે. જેને યાદવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યાં હતા. યાદવોમાં આ મઢ માટે ખૂબ જ શ્રદ્ધા છે. પ્રધાનમંત્રી અહીં સંતોને મળશે સાથે ગૌશાલામાં ગાયોને ચારો પણ નાંખશે.

પીએમ મોદીનું આમ કરવા પાછળનો હેતું ખૂબ જ સ્પષ્ટ છે. તેઓ આ વિસ્તારના યાદવ મતદારો અને ગઢવા ઘાટના લાખો અનુયાયોને પોતાની તરફ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સામાન્ય રીતે યાદવ સમુદાયને સમાજવાદી પાર્ટીના વોટર માનવામાં આવે છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં બીજેપીને યાદવ મતદાતાઓનું સારૂ સમર્થન પ્રાપ્ત થયું હતું. તેવામાં મોદીનો પ્રયાસ યાદવોનું દિલ જીતવાનો છે.

પ્રધાનમંત્રી મોદી સોમવારે લાલ બહાદુર શાસ્ત્રીના ઘરે જશે અને તેમને શ્રદ્ધાંજલી આપશે. આ વિસ્તાર વારણસી કેન્ટ વિધાનસભા વિસ્તારમાં આવે છે. જ્યાં બીજેપી નેતા સૌરભ શ્રીવાસ્તવની ટક્કર કોંગ્રેસના અનિલ શ્રીવાસ્તવ સામે છે. આ વિસ્તાર કાયસ્થોનો છે. શાસ્ત્રીને ઘરે જવાનો મુખ્ય ઉદ્દેશ કાયસ્થ સમુદાયને સંદેશો આપવાનો છે. પ્રધાનમંત્રી ગ્રામિણ વિસ્તારોમાં જઇને ચૂંટણી પ્રચાર કરી સ્થિત મજબુત બનાવવાનો પ્રયાસ કરશે.

http://sambhaavnews.com/

You might also like