મોદીનું સારું વર્તન UNSCની સભ્યતા મેળવવાનો પ્રયત્ન: અફજલ

ઇસ્લામાબાદ: યૂરોપીય સંઘ (ઇયૂ)ની સુરક્ષા અને રક્ષા સમિતિના ઉપાધ્યક્ષ અફજલે કહ્યું કે પાકિસ્તન પ્રત્યે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સારું વર્તન ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષ પરિષદ (યૂએનએસસી)ની કાયમી સભ્યતા અપાવવાનો તેમના પ્રયત્નનો એક ભાગ છે. ભારત જ્યાં સુધી માનવાધિકાર તથા કાશ્મીર જેવા મુદ્દાઓનું સમાધાન ન કરી લે ત્યાં સુધી આવા પ્રયત્નોનો કોઇ ફાયદો ઉઠાવી ન શકે.

પાકિસ્તાનની એક ન્યૂઝ વેબસાઇટના અહેવાલ અનુસાર યૂરોપીય સંસદના સભ્ય અફજલ ખાને કહ્યું છે કે ઇયૂ ભારતને માનવાધિકારનું ઉલ્લંઘન નહી કરવા દે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય આધારભૂત માનવાધિકારોને લઇને ખૂબ ચિંતામાં છે. સૌથી મોટી વાત એ છે કે એક એવો દેશ એ છે કે એક એવો દેશ યૂએનસીએસનો કાયમી સભ્ય કેવી રીતે બની શકે છે, જેણે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવને લાગૂ ન કર્યો હોય.

તેમણે કહ્યું કે જો ભારત સૌથી મોટો લોકતંત્ર હોવાનો દાવો યથાવત રાખવા માંગે છે, તો તેને યૂએન પ્રસ્તાવનું સન્માન કરવું પડશે. અફજલે કહ્યું કે યૂરોપીય સંઘે માનવાધિકારોને વેપાર સાથે જોડ્યો છે, એટલા માટે તે ક્યારેય ભારતને માનવાધિકારોનું ઉલ્લંઘન કરવા નહી દે.

You might also like