વડાપ્રધાન મોદી રોજ દોઢ કલાક યોગ કરે છેઃ રિપોર્ટ

મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરરોજ સવારે દોઢ કલાક સુધી નિયમિત રીતે યોગ કરે છે. તેમના કાર્યક્રમમાં કોઇ પણ કિંમતે ફેરફાર નથી. સીબીઆઇના પૂર્વ નિર્દેશક ડીઆર ર્કાતિકેયને લોણાવાલાના કૈવલ્યધામ આશ્રમમાં આ અંગેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મોદી કોઇ પણ સંજોગોમાં તેમના કાર્યક્રમમાં ફેરફાર કરતા નથી.

તેમણે કહ્યું હતું કે મોદી દરરોજ સવારે પાંચ વાગ્યાથી સાઢા છ વાગ્યા સુધી યોગ કરે છે. તેમના નિયમો ક્યારેય બદલતા નથી. વડાપ્રધાન જ્યારે પણ વિદેશમાં હોય છે ત્યારે પણ તેમના નિયમો યથાવત રીતે રહે છે. વિદેશમાં પણ યોગ કરવાની તક ગુમાવતા નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન અને ભારતીય માનવ અધિકાર પંચના નિર્દેશક પદ પર રહી ચુકેલા ર્કાતિકેયને અનેક મુદ્દા પર વાત કરી હતી.

રાજીવ ગાંધીની હત્યાની તપાસ માટે બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમના અધ્યક્ષ રહી ચુકેલા દેશના આ ટોપના પોલીસ અધિકારીની ઓળખ ન આપી હોત તો તેમને ઓળખી કાઢવાની બાબત ચોક્કસપણે મુશ્કેલભરેલી હતી. કારણ કે તેઓ હવે લુક બદલી ચુકયા છે. ર્કાતિકેયને કહ્યું હતું કે યોગનુ શિક્ષણ સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવામાં મદદરૂપ છે.

તેમણે કહ્યું હતું કે યોગના પ્રચાર અને ફેલાવાને યોગ્ય રીતે કરવામાં આવે તો દેશમાં પોલીસ સ્ટેશન અને જેલની જરૂર એટલી રહેશે નહી. દેશ વિદેશમાં યોગના પ્રચાર માટે અનેક કાર્યક્રમ કરી ચુકેલા સ્વામી મહેશાનંદે કહ્યું હતું કે શિક્ષણ કરતા યોગ વધારે ઉપયોગી છે. તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી છે. મોદી વર્ષોથી યોગ કરે છે તે બાબતથી તો તમામ તેમના ચાહકો વાકેફ છે પરંતુ વિદેશ યાત્રા દરમિયાન પણ યોગ કરે છે તે બાબત તમામ નવી છે.

You might also like