સાચુ ખોટુ જાણ્યા વગર મન ફાવે તે બોલે છે PM મોદી : રાહુલના ચાબખા

કાનપુર : ઉત્તર પ્રદેશમાં ગોટાળાના મુદ્દે રાજકારણ ચાલુ થઇ ચુક્યું છે. વડાપ્રધાન દ્વારા ઉછાળવામાં આવેલ સ્કેમ મુદ્દે અખિલેશ અને રાહુલે રવિવારે જવાબી હૂમલો કર્યો હતો.

અખિલેશ દ્વારા સ્કેમ શબ્દની નવી પરિભાષા મુક્યા બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષે પણ કાનપુરમાં સંયુક્ત સભા દરમિયાન પરિભાષા બનાવી હતી. તેમણે કહ્યું કે મારી અનુસાર સ્કેમમાં એસનો અર્થ સેવાઓ, સીનો અર્થ કરેજ (હિમ્મત સાચુ બોલવાની), એનો અર્થ એબિલિટી (ક્ષમતાના વાયદાઓ પુરા કરવાની) અને એમનો અર્થ મોરેલિટી છે જે મોદીજીમાં નથી.

અગાઉ ઉન્નાવની જનસમાભામાંઅખિલેશે વડાપ્રધાન મોદીના સ્કેમ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું કે સ્કેમથી દેશને બચાવવાનો છે. સ્કેમનો અર્થ સેવ કન્ટ્રી ફ્રોમ અમિત શાહએન્ડમોદી થાય છે. કાનપુરમાં સંયુક્ત જનસભામાં બે યુવાનો એક સાથે ઉભા છે.

એક તરફ અખિલેશ અને હુ બીજી તરફ મોદી અને તેમના વિચાર.રાજનીતિની નવી રીત કાઢી છે. મોદી જે મગજમાં આવે તે બોલી જાય છે, સાચુ હોય કે ખોટુ કોઇ ફરક નથી પડતો. જો કે ચૂંટણી બાદ મોદી યુપીને ભુલી જશે.

You might also like