PM મોદી આર્મી જવાનો સાથે ઉજવશે દિવાળી, નવાવર્ષે કેદારનાથ જશે

પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ફરી એકવાર આર્મીના જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરશે. વડાપ્રધાન મોદી 21 ઓકટોબરે બેસતાવર્ષના દિવસે કેદારનાથ મંદિરના દર્શન કરવા જશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી કેદારનાથના કપાટ બંધ થવાના સમયે ત્યાં જશે અને કેદારનાથ બાબાના દર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ આ વર્ષે જ બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા ત્યારે પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનાથનો રુદ્રાભિષેક કર્યો હતો અને હવે કપાટ બંધ થવા જઈ રહ્યા છે ત્યારે પણ તેઓ બાબાના દર્શન કરશે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી દર વર્ષે જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરી છે. આ વખતે પીએમ મોદી ચીન સાથે જોડાયેલી સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. જો કે હજુ આ કાર્યક્રમને ટૉપ સિક્રેટ રાખવામાં આવ્યો છે.

કેદારનાથમાં પીએમ મોદી દર્શનની સાથે સાથે ધાર્મિક સ્થળના પુનનિર્માણ સાથે જોડાયેલી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે, જેમાં મંદાકિની અને સરસ્વતી નદી પર બનેલા ઘાટ અને મંદિરની સુરક્ષા માટે બનાવાયેલી ટેમ્પલ પ્રોટેક્શન વોલ પ્રોજેક્ટનું ખાતમૂર્હત અને મંદિર સુધી જવાના માર્ગનું ઉદ્ઘાટન કરશે. આ પૂર્વે પીએમ મોદીએ 2014માં સિયાચીનમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

You might also like