એક પરિવાર માટે સપૂતોને ભૂલવામાં આવ્યાં, PMનું આઝાદ હિંદ ફોજની 75મી સ્થાપના પર સંબોધન

અત્યાર સુધી સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટે જ વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરતા હતા. આજે પહેલી વાર એવી બન્યું છે કે 21 ઓક્ટોબરે પણ લાલ કિલ્લા પર થી વડાપ્રધાને તિરંગો લહેરાવ્યો.

સુભાષચંદ્ર બોઝના નેતૃત્વવાળી ‘આઝાદ હિંદ સરકાર’ની સ્થાપનાના 75 વર્ષ પૂરા થવા પર લાલા કિલ્લામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમજ ધ્વજવંદન કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે 21 ઓક્ટોબર 1943ના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝે સિંગાપુરમાં પ્રાંતીય આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર સંબોધન કરતાં કહ્યું કે હું આજે એ માતા-પિતાને નમન કરુ છું કે જેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવો પુત્ર દેશને આપ્યાં.

હું નમન કરુ છું એ સૈનિકો અને તેમના પરિવારને જેમણે સ્વતંત્રતાની લડાઇમાં પોતાના પ્રાણની આહુતિ આપી. આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી.

પીએમ મોદીએ આઝાદ હિંદ ફોજના સંગ્રહાલયનું ઉધ્ધાટન કર્યું. લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગો લહેરાવ્યો. સુભાષ ચંદ્ર બોઝના સન્માનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું કે નેતાજીના સપનાને સાકાર કરવાના છે. એક પરિવાર માટે સપૂતોને ભૂલવામાં આવ્યાં. નેતાજીથી દરેક ભારતીયોને પ્રેરણા લેવાની જરૂર છે. દેશને નવી ઉંચાઇ સુધી લઇ જવાનો હજુ બાકી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર ગાંધી પરિવાર પર આકરા પ્રહાર કર્યાં. નેતાજીના અમૃત મંથનનો લાભ અન્ય દેશને પણ મળ્યો. પીએમ મોદીએ કહ્યું કે નેલ્શન મંડેલા નેતાજીને ગુરુ માનતા હતા.

You might also like