PM મોદી SC-ST મોર્ચાના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી SC, ST મોર્ચાના કાર્યકર્તાઓ સાથે આજે સીધો સંવાદ કરશે. મોદી કાર્યકર્તાઓ સાથે ઓડિયો સંવાદ કરશે. ગુજરાતમાં થયેલા ઓખી વાવાઝોડા પર મોદી નુકસાન અંગે સંવાદ કરશે. 10 હજાર કાર્યકરો સાથે મોદી ઑડિયો કરશે.

સંવાદના કાર્યક્રમની માહિતી વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આપી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજથી પ્રથમ તબક્કાનો પ્રચાર બંધ થઈ જશે અને આચારસંહિતા લાગુ થઈ જશે.

પ્રથમ તબક્કાની સીટો કે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સામેલ છે, ત્યાં સાંજે 5 વાગ્યા પછી પ્રચાર પડઘમ શાંત પડી જશે. સંવાદ કરી મોદી મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરશે.

You might also like