આજે PM મોદી મસૂરી જશે, 27 ઓક્ટોબરે ટ્રેની IAS ઓફિસર્સને સંબોધશે

એક અઠવાડિયાની અંદર પોતાની બીજી ઉત્તરાખંડની યાત્રા દરમ્યાન આજે વડાપ્રધાન મોદી મસૂરી જશે. વડાપ્રધાન મસૂરીની યાત્રા દરમ્યાન 27 ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનિક એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા IAS અધિકારીઓને સંબોધિત કરશે.

દહેરાદૂનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક નિવેદિતા કુકરેતીએ જણાવ્યું કે, ‘વડાપ્રધાન 26 ઓક્ટોબરે બપોર બાદ મસૂરી નજીકના જોલીગ્રાંટ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી સીધા મસૂરી રવાના થશે, જ્યાં 27 ઓક્ટોબરે તેમના કાર્યક્રમો પહેલેથી જ નક્કી કરવામા આવ્યા છે.’

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ મોદી ઉત્તરાખંડની યાત્રા પર કેદારનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.

You might also like