વડાપ્રધાન લખનઉમાં મનાવશે દશેરા : આતંકવાદનાં વિનાશની થશે શરૂઆત

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી આ વખતની વિજયા દશમી લખનઉમાં મનાવશે. 11 ઓક્ટોબરે વિજયાદશમીનાં દિવસે વડાપ્રધાન મોદી લખનઉનાં એશબાગ ખાતે રામલીલા મેદાન ખાતેથી સત્યનાં વિજયનો સંદેશ આપશે. અત્યાર સુધી મોટાભાગનાં વડાપ્રધાનોએ દિલ્હીમાં જ વિજયા દશમી ઉજવી છે. જો કે મોદી લાઇનથી હટીને કામ કરવામાં માને છે.

જો કે આ પહેલીવાર હશે જ્યારે કોઇ વડાપ્રધાન દિલ્હીની બહાર દશેરા મનાવશે. જો કે એવો કોઇ નિયમ નથી કે દિલ્હીમાં જ દશેરા મનાવવા જોઇએ. એવામાં તેમણે લખનઉ ખાતેથી દુનિયામાંથી આતંકવાદનાં ઓછાયાને સંપુર્ણ વિનાશ કરવાનો હુંકાર ભરવા માટે લખનઉની પસંદગી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી માટે આ કોઇ પહેલો પ્રસંગ નથી જ્યારે તેઓએ પરંપરા તોડીને કામ કર્યું હોય. અગાઉ પણ તેઓ પુર સામે જજુમી રહેલા જમ્મુ કાશ્મીરનાં નાગરિકોનાં દુખમાં ભાગ લેવા માટે તેઓએ દિવાળી કાશ્મીરમાં ઉજવી હતી. લખનઉ ખાતે એશબાગના રામલીલા મેદાન તેનું સાક્ષી બનશે. ટુંકમાં જ ઉતર પ્રદેશમાં વિધાનસભાની ચુટણી યોજાવા જઇ રહી છે. મોદી અહીંથી આતંકવાદની વિરુદ્ધ આકરો પ્રહાર કરશે.

You might also like