રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) પકડ્યા અલ-કાયદાના ત્રણ સંદિગ્ધોને, નિશના પર હતા પીએમ મોદી

રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ તામિળનાડુના મદુરાઈમાંથી અલ-કાયદાના ત્રણ સંદિગ્ધોને ઝબ્બે કર્યા છે. તેઓને મનસૂબાની તપાસ હાથ ધર્યા બાદ એજન્સી ચોંકી ઊઠી હતી. મદુરાઈમાં અલકાયદાના યૂનિટ ચલાવી રહેલા ત્રણ સંદિગ્ધો પાસેથી જાણ મળી હતી કે તેઓ કેટલાક દિવસોથી દેશના અગ્રણી 22 રાજકીય નેતાઓ પર હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો પણ સમાવેશ હતો.

એનઆઈએના પકડી પાડેલા સંદિગ્ધોના નામ કરીમ, આસિફ સુલ્તાન અને અબ્બાસ અલી જણાવવામાં આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે કરીમને ઉસ્માનનગરથી પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે આસિફ સુલ્તાનને જીઆર નગર અને અબ્બાસ અલીને ઇસ્માઇપુરમમાંથી પકડવામાં આવ્યો હતો. પોલિસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા સંદિગ્ધો પાસે મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને હથિયાર મળી આવ્યાં હતાં.

You might also like