વલસાડ: PM મોદીના હસ્તે જૂજવામાં રૂ.586 કરોડની એસ્ટોલ સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. પીએમ મોદી આજે તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ડિનર ડિપ્લોમસી યોજાશે. જેમાં પીએમ મોદી એક કલાક કરતા વધુ સમય સુધી ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે.

વલસાડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસ્ટોલ સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન કર્યું . પીએમ મોદીએ જૂજવામાં 586 કરોડની સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન કર્યું. ધરમપુર-કપરાડાના અંતરિયાળ ગામને પીવાનું પાણી મળશે.

લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને રાજકીય પરિસ્થિતિ બાબતે પણ ચર્ચા કરશે. પીએમ મોદી ભાજપના નેતાઓને માર્ગદર્શન આપશે. PM મોદી આજે સવારે 9.30 વાગ્યે સુરત એરપોર્ટ પહોચશે. સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા વલસાડ જશે.

PM મોદી રાજભવનમાં 30 મિનીટ રોકાશે. રાજ ભવન મુલાકાત બાદ FSLના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. FSLના કાર્યક્રમ બાદ PM ફરી એકવાર રાજભવન જઈને સોમનાથ ટ્રસ્ટના સભ્યો સાથે મુલાકાત કરશે.

પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ જૂનાગઢની પણ મુલાકાત લેશે. ત્યારે હવે જૂનાગઢમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જૂનાગઢમાં નવી સિવિલ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે. 450 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરશે  તંત્ર દ્વારા 7 SP, 16 DYSP, 1600 જેટલા પોલીસ જવાન સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

You might also like