પીએમ મોદી તેલંગાણાની મુલાકાતે, પાવર પ્લાન્ટ સહિત પરિયોજનાનો કરશે શુભારંભ

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના રામાગુંડમ શહેરમાં એનટીપીસીની 1600 મેગા વોટની ક્ષમતા ધરાવતું તેલંગાણા સુપર તાપીય વિદ્યુત પરિયોજનાની પ્રથમ આધારશિલા રાખશે. તેલંગાણા રાજ્ય બન્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત તેલંગાણાનો પ્રવાસ કરી રહ્યાં છે. પીએમ મોદીની સુરક્ષા વ્યવસ્થામાં 5000થી વધારે પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

મેડક જિલ્લાના ગજબેલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ દ્વારા સંયુક્ત સભાને સંબોધન કરવામાં આવશે. આ સંયુક્ત સભામાં અંદાજે દોઢ લાખ લોકો આવવાની શક્યતા છે. એક મળતા અહેવાલ મુજબ સાર્વજનિક સભાના દરેક મહત્વપૂર્ણ પ્રવેશ પર 50 મેટલ ડિટેક્ટર લગાવામાં આવ્યાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગજવેલ મંડલના કોમાતીબંદામાં ‘મિશન ભાગીરથ’ની શરૂઆત કરશે. આ મિશન જળ ગ્રિડ પરિયોજના છે જેનું ઉદ્દેશ્ય આગામી 4 વર્ષોમાં તેલંગાણાના દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડવાનું હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરીમનગરમાં રામાગુંડમ ઉર્વરક ફેકટરીની મરામત, વારંગલમાં કાલોજી સ્વાસ્થ્ય વિશ્વવિદ્યાલય, મેડક જિલ્લામાં કોટાપલ્લી, મનોહરાબાદમાં રેલવે નિર્માણ તેમજ એનટીપીસી દ્વારા 1600 મેગાવોટ તાપ વિદ્યુત પરિયોજનાની આધારશિલા રાખશે.

પીએમ મોદી સિંગરેની કોલિયરિજ દ્વારા બનાવામાં આવેલ 1200 મેગાવોટ વિદ્યુત પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે હૈદરાબાદ ખાતે ભાજપ કાર્યકરોની બેઠકને સંબોધિત કરશે.

You might also like