હું રહું કે ના રહું પરંતુ દેશને બરબાદ નહીં થવા દઇએઃ પીએમ મોદી

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારનાં રોજ એક દિવસ માટે કર્ણાટક પહોંચ્યાં. પીએમએ કહ્યું કે હરિ મંજૂનાથ સ્વામી મંદિરનાં દર્શન કર્યા અને ઉજીરમાં જનસભાને સંબોધિત કરી. આ દરમ્યાન એમણે ગયા સપ્તાહની કેદારનાથ યાત્રાની વાત કરતા કહ્યું કે પ્રસિદ્ધ મંદિરોમાં જઇને ભગવાનનાં દર્શન કરવા એ એમનું સૌભાગ્ય છે.

પીએમએ કહ્યું કે,”તેઓ દેશને માટે સંપૂર્ણ સમર્પિત છે અને તેમણે જણાવ્યું કે તેઓ પોતે રહે કે ના રહે પરંતુ તેઓ દેશને બરબાદ નહીં થવા દે. એવામાં સાથે પીએમએ કેશલેસ લેણદેણ પર ઉઠતા સવાલોને લઇ જવાબ આપતા જણાવ્યું અને કહ્યું કે જો ઇરાદાઓ સારા હોય તો ટીકા પણ એક અવસરરૂપ બની જાય છે. પીએમનાં જણાવ્યા અનુસાર 12 લાખ લોકોએ કેશલેસ લેણદેણ કરવાનો સંકલ્પ લીધો છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે કેશલેસ લેણદેણનાં માટે જેટલું ખરાબ બોલાતું હતું તેટલું બોલી લીધું, પરંતુ એને વધુ આગળ વધારવામાં કોઇ જ કસર છોડવામાં નથી આવી. પાકમાં યૂરિયાનાં ઓછા ઉપયોગની અપીલ પણ પીએમ મોદીએ ખેડૂતોને કરી. એમણે જણાવ્યું કે 2022માં દેશની આઝાદીને 75 વર્ષ થઇ રહ્યાં છે અને એવો સંકલ્પ લેવાવો જોઇએ કે 2022 સુધી યૂરિયાનો ઉપયોગ 100થી ઘટી 50 ટકા થઇ જશે. યૂરિયાનાં ઓછા ઉપયોગથી પૈસા તો બચશે તેમજ સાથે ધરતી માતાની સેવા પણ થશે.

એવું જણાવાઇ રહ્યું છે કે મોદી કર્ણાટકમાં અન્ય અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પૂરા રાજ્યમાં આજે મોદીને સાત અથવા આઠ કાર્યક્રમમાં ભાગ લેવાનો છે. સૌથી પહેલાં જનસભાને સંબોધિત કરતા મોદી “પ્રધાનમંત્રી જન-ધન યોજના” હેઠળ રૂપિયા અને કાર્ડ વહેંચશે. પછી તેઓ એક ટ્રસ્ટનાં કેમ્પેઇન “Preserve Mother Earth and Transfer to the Next Generation”ની પણ શરૂઆત કરશે. મોદી 110 કિ.મી લાંબી રેલ્વે લાઇનનું પણ ઉદ્ધાટન કરશે જેથી ન્યૂ દિલ્હીથી બેંગલુરૂ વચ્ચેનું અંતર પણ ઓછું થઇ જશે.

You might also like