સ્પિચને વિવેકાનંદજીની સ્પિચ સાથે સરખાવ્યા બાદ ટ્વિટર વોર

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી પાંચ દેશની યાત્રા કરીને શુક્રવારે સવારે દિલ્હી પરત ફરી ચુક્યા છે. જો કે તેમની દરેક વિદેશ યાત્રાની જેમ જ આ વિદેશયાત્રામાં પણ ડંકો વગાડ્યો હતો. જો કે મોદી ભક્તો અને વિરોધીઓ વચ્ચે #GharAyaPardesi અને #WorldWinnerModiReturnsનાં નામે વોર છેડાઇ ગઇ હતી. મોદી ભક્તો દ્વારા અમેરિકન કોંગ્રેસનાં જોઇન્ડ સેશનની પ્રશંસા કરતા મોદીની સ્પિચને સ્વામી વિવેકાનંદજીની સ્પીચ સાથે સરખાવી દીધી હતી. જેનાં કારણે વિવાદનો મધપુડો વધારે છંછેડાયો છે.

#WorldWinnerModiReturns હેશટેગ સાથે 17 હજાર જેટલા ટ્વિટર યુઝર્સ ટ્વિટ કરી ચુક્યા છે અને હાલ તે ટ્રેન્ડ કરી રહ્યું છે. જ્યારે #GharAyaPardesiમાં 4500 જેટલા ટ્વિટર યુઝર્સ ટ્વિટ કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી માત્ર 2 વર્ષમાં 40 દેશોની યાત્રા કરી ચુક્યા છે. તેનાં કારણે ઘણી વખત તેમના પર નિશાન સાધવામાં આવ્યું છે. આ યાત્રામાં તેમનું ટાઇણ મેનેજમેન્ટ પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. વડાપ્રધાન 45 કલાક ફ્લાઇટમાં રહીને 33 હજાર કિલોમીટરની મુસાફરી કરી હતી અને 6 દેશોની મુલાકાત લીધી હતી.

મોદીની વિદેશ યાત્રા અમેરિકન કોંગ્રેસની સંયુક્ત સંબોધન ઉપરાંત અન્ય દેશોનાં વડાઓ સાથે તેમનાં ઉષ્માપુર્ણ વ્યવહારનાં કાણે ચર્ચામાં રહી હતી. મોદીની સ્પિચ 48 મિનિટ સુધી ચાલી હતી. આ સ્પિચથી અમેરિકન કોંગ્રેસનાં તમામ સભ્યો અભિભુત થયા હતા અને તેમને 9 વાર સ્ટેન્ડિંગ ઓવિએશન પણ મળ્યું હતું. તે ઉપરાંત 30થી વધારે વખત તાળીઓ વાગી હતી. જ્યારે મોદીએ થોડી મજાક પણ કરી હતી જેનાંથી કોંગ્રેસનાં સભ્યો ખુબ જ ખુશ થયા હતા.

You might also like