આજથી બે દિવસ વારાણસીની મુલાકાતે PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાતે જશે. આ બે દિવસીય મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણાબધા કાર્યક્રમમો ભાગ લેશે અને ઘણી યોજનાઓનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે દુર્ગા મંદિરમાં પૂજા પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાથમિક સુવિધા, રેલવે, વસ્ત્ર, વિત્તીય સમાવેશ, પર્યાવરણ અને સ્વચ્છતા, પશુપાલન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલ યોજનાઓનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે 17 યોજનાઓનો પ્રારંભ કરાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા-વારાણસી ટ્રેનને વીડીયો કોન્ફરન્સથી લીલી ઝંડી બતાવશે. પીએમ મોદી લાલપુરમાં દીનદયાળ હસ્તકલા સંકુલ-હસ્તશિલ્પ માટેના વેપાર સુવિધા કેન્દ્રને દેશને સમર્પિત કરશે. પીએમના હસ્તે લાલપુર ખાતે અલગ-અલગ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અન શિલાન્યાસ કરવામાં આવશે. પીએમ મોદી ઉત્કર્ષ બેંકની બેન્કિંગ સેવાનું ઉધ્ધાટન કરશે.

You might also like