મિશન હિમાચલ પર PM મોદી, એઇમ્સનું કરશે ખાતમુહૂર્ત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશની મુલાકાતે જશે. પીએમ મોદી હિમાચલના બિલાસપુર ખાતે એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદી બિલાસપુરમાં એક જનસભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હિમાચલની મુલાકાતને આગામી ચૂંટણીના સંદર્ભે જોવામાં આવી રહી છે. ભાજપ હિમાચલમાં સત્તા પરિવર્તન માટે ઓડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉનામાં ટ્રિપલ આઇટી અને કાંગડા સ્ટીલ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. શિમલા-બિલાસપુર રોડ પર એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ થવાનું છે. આ એઇમ્સ હોસ્પિટલ 200 એકર જમીનમાં ફેલાયેલી છે. જેમાં 750 બેડની સુવિધા હશે. અહીં મેડિકલ સાથે-સાથે નર્સિંગના ભણતરની સુવિધા પણ હશે. વડાપ્રધાન બિલાસપુરમાં જે રેલીને સંબોધન કરવાના છ તેને આભાર રેલીનું નામ આપવામાં આવ્યું છે. બિલાસપુર કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જે પી નડ્ડાનો વિસ્તાર છે.

You might also like