ગુજરાતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. 21 અને 22 જુલાઈએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાત લેશે. મોદી ફોરેન્સિક યુનિવર્સિટી તેમજ પંડિત દિન દયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનાં કાર્યક્રમમાં ભાગ લેશે.
આ ઉપરાંત તેઓ રાજકીય સ્થિતીની પણ સમીક્ષા કરશે અને 21 અને 22 જુલાઇએ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ રાજકોટમાં પીવાનાં પાણીનાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે તેમજ ગુજરાતની હાલની રાજકીય સ્થિતિ અંગે પણ ભાજપનાં નેતાઓ સાથે ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમ્યાન અનેક સભાઓ કર્યા બાદ PM મોદી હવે રૂપાણી સરકારનાં શપથવિધીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાર બાદ હવે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને PM મોદીએ પોતાનાં ગુજરાતમાં તૈયારીઓનાં ભાગરૂપે મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં તેઓ કેટલાક ગજાનાં નેતાઓ સાથે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે.