દુનિયાને મળશે ‘નમો મંત્ર’, PM મોદી દાવોસ જવા રવાના

આજથી દાવોસમાં વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યુઇએફ)ની બેઠક શરૂ થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ આર્થિક મંચના કાર્યક્રમમાં સામેલ થશે અને ઉદ્ધાટન સંબોધન કરશે. પીએમ મોદી દુનિયા સામે ભારતીય અર્થવ્યવસ્થા, ભારતમાં રોકાણ અને કેન્દ્ર સરકારની નીતિ અંગે જાણકારી આપશે.

સ્વિત્ઝરલેન્ડના દાવોસ શહેરમાં વિશ્વ વ્યાપાર મંચ એટલે કે વર્લ્ડ ઈકોનોમિક ફોરમની આજથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેદ્ર મોદી પણ આ બેઠકમાં હાજરી આપશે. આ કાર્યક્રમ ખાસ એટલા માટે છે કારણ કે પ્રથમ વખત અહીં દુનિયાભરમાંથી આવેલા મહેમાન ભારતીય વ્યંજનનો સ્વાદ ચાખશે અને દરરોજ યોગ સત્રમાં સામેલ થવાની તક મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ઉધ્ધાટન સંબોધનમાં જણાવશે કે કેવી રીતે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસનું એન્જિન બની શકે છે. વિશ્વભરના વેપાર, રાજકીય, કલા, અકાદમી સહિત સિવિલ સોસાયટી ક્ષેત્રના 3 હજાર નેતા WEFની 48મી વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. આ સાથે જ 130 પ્રતિનિધિઓ વાળું ભારતીય દળ પણ અહીં પહોંચી રહ્યું છે.

આ બેઠકમાં પહોંચનારું આ સૌથી મોટું ભારતીય દળ છે. આ ઉપરાંત ગ્લેમરમાં પણ ભારત અન્ય દેશો પર ભારે પડશે. અહીં ઓસ્ટ્રેલિયન અભિનેત્રી કેટ બ્લેંચેટ અને સંગીતકાર એલન જૉન પણ હશે. તો ભારતીય બોલિવુડ સ્ટાર શાહરુખ ખાનને પણ ક્રિસ્ટલ અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ ત્રણ સેલિબ્રિટીને આ અવૉર્ડ દુનિયામાં સુધારાની દિશામાં કામ કરવા માટે મળશે.

You might also like