આંબેડકર જયંતી: બીજાપુરથી ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરશે PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતીના અવસર પર છત્તીસગઢના બીજાપુરથી ‘ગ્રામ સ્વરાજ અભિયાન’ અને આદિવાસીઓના સામાજિક આર્થિક વિકાસ સાથે જોડાયેલ અલગ-અલગ પરિયોજનાઓનો પ્રારંભ કરશે. કેન્દ્ર સરકારે બાબાસાહેબની જયંતી 14 એપ્રિલથી 5 મે સુધી દેશમાં ‘ગ્રામ સ્વરાજ અભિયાન’ ચલાવાનો નિર્ણય કર્યો છે.

જેની હેઠળ એસસી, એસટીના લોકો જે ગામમાં વધારે હોય ત્યાં જન કલ્યાણ યોજનાઓને ઝડપથી આગળ વધારવા પર ધ્યાન આપવામાં આવશે. દેશમાં એવા 21058 ગામ છે જ્યાં એસસી, એસટી સહિત દલિત લોકોની સંખ્યા 50 ટકાથી વધારે છે. એવામાં કેન્દ્રના પ્રધાનો તેમજ ભાજપના કાર્યકર્તાઓને જણાવામાં આવ્યું છે કે આ ગામમાં શિબિરનું આયોજન કરવામાં આવે.

આ કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના બીજાપુરથી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં સંબોધન પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાનો સહિત ભાજપના સાંસદોને તેમજ પ્રતિનિધિઓને દલિત સમુદાયિક ગામમાં સરકારની સાત મહત્વપૂર્ણ જન કલ્યાણ યોજનાઓની જાણકારી લોકોને આપવા જણાવ્યું છે.

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના મંડલા ખાતે સંબોધન કરશે. આ અભિયાન હેઠળ ગરીબ કલ્યાણથી જોડાયેલ ઉજ્જવલ યોજના, મિશન ઇન્દ્રધનુષ, વડાપ્રધાન સૌભાગ્ય યોજના, ઉજાલા, વડાપ્રધાન જન-ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના સો ટકા લાગુ કરવા પર ભાર મુકવામાં આવશે. અભિયાન હેઠળ 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ મનાવામાં આવશે અને રાષ્ટ્રીય તેમજ ગ્રામ સભા સ્તર પર કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે.

You might also like