ઇન્દોર: ધર્મગુરૂ સાથે મુલાકાત બાદ PM મોદીનું દાઉદી વોહરા સમુદાયને સંબોધન

દાઉદી વોહરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની મુલાકાતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દોરની મુલાકાતે પહોંચ્યા હતા.  વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોહરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદલ સૈફુદ્દીનની વા‌અજમાં પ્રથમ વાર સામેલ થયાં. પીએમ મોદીએ આ કાર્યક્રમને સંબોધન કર્યું.

  • “દાઉદી વોહરા સમુદાય વચ્ચે આવવું પ્રેરણારૂપ”
  • “દેશ-દુનિયા સાથે વોહરા સમુદાયના લોકો જોડાયેલા”
  • “વોહરા સમુદાય સૌને સાથે લઈને ચાલે છે”
  • “ભારતની તાકાતથી સૌને પરિચિત કરાવે છે”
  • “અતીત પર ગર્વ, વર્તમાન પર વિશ્વાસ”
  • “ઉજ્જવળ ભવિષ્યનો આત્મવિશ્વાસ”

આ કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન, મુખ્યપ્રધાન શિવરાજસિંહ પણ જોડાશે, જોકે આ અગાઉ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સુરતમાં યોજાયેલ મહોરમની વાઅજમાં નરેન્દ્ર મોદી સામેલ થયા હતા.

સૈયદના સાહબ અરબી અને ગુજરાતીમાં વાઅજ આપે છે, પરંતુ પહેલી વાર તેઓ હિંદીમાં વાઅજ આપશે. દેશમાં વોહરા સમાજની વસ્તી ૧૦ લાખ છે, જેમાંથી મધ્યપ્રદેશમાં આ સમુદાયના અઢીથી ત્રણ લાખ સભ્ય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મસ્જિદના મુખ્ય દ્વારથી પ્રવેશ કર્યો અને સૈયદનાના તખ્તની પાછળ આવેલા ગેટથી બહાર નીકળ્યાં. પાછલા દરવાજાની સામે આવેલા મકાનમાં જરૂર પડે મોદીના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૈફીનગરમાં વાઅજ માટે બેઠક વ્યવસ્થા નિર્ધારિત કરવામાં આવી છે. મંચ પર સૈયદના સાથે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શિવરાજસિંહ ચૌહાણ બેઠા.

You might also like