નોટબંધી પર દેશવાસીઓના તપથી સોનું બનીને નિખરશે દેશ: PM મોદી

આગ્રા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગ્રા પહોંચી ગયા છે. તેમણે આગ્રા પહોંચીને સૌથી પહેલા ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ આ યોજનાનું વિધિસર ઉદઘાટન કર્યું. તેમણે 5 લાભાર્થીઓને પોતે આવાસ ફાળવણીનું પત્ર સોંપ્યું. બટન દબાવીને મથુરા પલવલ ચોથી લાઇન પરિયોજનાનો પાયો નાંખ્યો. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણ આવાસ યોજનાનું પણ ઉદઘાટન કર્યું. આગ્રાના કોઠી મીના બજાર મેદાનમાં પ્રધાનમંત્રઈની રેલી શરૂ થઇ છે. પ્રધાનમંત્રી મોદી આજે આગ્રામાં પરીવર્તન રેલીને સંબોધિત કરવા આવ્યા છે. આ રેલીના બહાને વિધાનસભા ચૂંટણીના દાવેદારોની ઓળખ પણ થઇ રહી છે. રેલી માટે 20 વિધાનસભા ક્ષેત્રોની ભીડ લાગેલી છે.

મોદીએ પોતાના ભાષણમાં દેશના ગરીબો, મજૂરો, દલિત આદિવાસી અને ઇમાનદાર લોકોને નમન કર્યું અને કહ્યું કે નોટબંધીનું સમર્થન સૌથી વધારે આ વર્ગના લોકો પાસેથી જ મળ્યું છે. તમે લોકા જે આ કષ્ટ ઉઠાવી રહ્યા છો એ
બેકાર જશે નહીં. તમારા તપથી દેશ સોનું બનીને નિખરશે. તેમણે કહ્યું કે નોટબંધીથી નગરરપાલિકાઓની આવક વધી છે. 12 દિવસમાં પાંચ લાખ કરોડ બેંકોમાં જમા થયા છે.

મોદીએ નોટબંધી પર લોકોને ચેતાવણી આપતાં કહ્યું કે પાપીઓના પોતાના અકાઉન્ટમાં પૈસા મૂકતાં નહીં. આપનાર તો ફસાઇ જશે અને ગરીબ પણ પરેશાન થઇ જશે. કાળાનાણાં વાલા તમને ફસાઇ શકે છે. ગરીબો અને નૌજવાનોનું ભવિષ્ય બદલવા માટે આ નર્ણય લેવામાં આવ્યો છે. 50 દિવસ સુધી તકલીફ રહેશે. થોડો કષ્ટ પડશે એવું પહેલા પણ મેં કહ્યું છે. નોટબંધીનો નિર્ણય કોઇને હેરાન પરેશાન કરવા માટે લેવામાં આવ્યોનથી. એનાથી ગરીબોની આશાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કાળાનાણાંએ દેશને અંદરથી નબળો કરી રાખ્યો છે. દેશ ક્યાં સુધી ચૂપ રહેશે. જે લોકોએ ગરીબોની નોટ ભરીને રાખી હતી, એ લોકાનું હવે શું થશે. હવે ગરીબોને ઓછા વ્યાજે રૂપિયા મળશે.આ ખેડૂતો અને ગરીબોનું સારું થાય એ માટેની યોજના છે. નકલી નોટોના કારોબારને મોટો ઝટકો પડ્યો છે. કરોડોની નકલી નોટો દેશમાં ઘૂસાડવામાં આવી છે. આ દમ પર જ આતંકીઓએ જવાનોને માર્યા છે. ડ્રગ્શ અને નશીલી દવાનો કારોબાર કેશ ચાલે છે.

પ્રધાનમંત્રી મોદીએ ઇન્દોર પટણા એક્સપ્રેસ ઘટના પર દુખ વ્યક્ત કર્યું. તેમણે પોતાનું સ્વાગત ના કરવા દઇને દુખની અભિવ્યક્તિ કરી. તેમણે કહ્યું કે લોકો કષ્ટ ઉઠાવીને મને આશીર્વાદ આપવા આવ્યા છે. તે દરેક લોકોનો આભાર માને છે. પીએમએ રેલ ઘટનાની પીડિતોને મદદ કરવા માટેની જાહેરાત કરી અને ઘટના પાછળનું કારણ જાણવાની તપાસ કરાવવાનું વચન આપ્યું. તેમણે રેલ્વેની યોજનાના પાયા પર કહ્યું કે 1100 કરોડ રેલ્વેની યોજનાઓ છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સરકાર ગરીબોને સમર્પિત છે. ઉજ્જલા યોજનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે દેશમાં ગરીબના ઘરમાં પણ ગેસ પર જમવાનું બની રહ્યું છે. ગરીબની જીંદગીમાં ફેરફાર થવાનું કામ શરૂ છે. યૂપીના કેટલાક ગામમાં વીજળી પહોંચતી નહતી. હવે 95 ટકા કામ પૂરું થઇ ગયું છે. પીએમએ કહ્યું કે તે આવાસ યોજના ગ્રામીણને લોન્ચ કરી રહ્યા છે. એનાથી ગ્રામીણોમાં ગરીબોને ઘર મળી જશે.  ઘર બનવાથી રાજ્યમિસ્ત્રીને પણ રોજગાર મળશે. તે સાચા અર્થથી ઘર બનાવવાનું કામ શરૂ કરી રહ્યા છે. કરોડો કરોડો ઘર બનાવવા જઇ રહ્યા છે. રાજ્યમિસ્ત્રી બનાવવાનું અભિયાન પણ ચલાવવામાં આવશે. 2022માં દેશ આઝાદીના 75 વર્ષ ઉજવશે.

You might also like