પીએમ નરેન્દ્ર મોદી આજે ભોપાલમાંઃ શૌર્ય સ્મારકનું ઉદ્ઘાટન કરશે

ભોપાલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભોપાલ ખાતે શૌર્ય સ્મારકનું ઉદ્ઘાટન કરશે. સાંજે ૪-૦પ કલાકે પીએમ મોદી ભોપાલ પહોંચશે. તેમની સાથે સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર પણ જશે. મોદી જૈન મુ‌િન વિદ્યાસાગરને મળશે અને પછી લાલ પરેડ ગ્રાઉન્ડમાં પૂર્વ ‌સૈનિકોની કોન્ફરન્સમાં સંબોધન કરશે. દર વખતની જેમ આ વખતે પણ મોદીની મુલાકાત પર સરકારે તમામ સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે. વડા પ્રધાન બન્યા બાદ મોદીનો મધ્યપ્રદેશનો આ આઠમો પ્રવાસ છે. મોદી સાંજે ૪-૦પ કલાકે એરપોર્ટ પર ઉતરાણ કરશે.

You might also like