આજે આખી દુનિયાનું ધ્યાન ભારત પર કેન્દ્રીત: PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધ્ધાટન કરતાં સંબોધન કર્યું. પ્રારંભિક સંબોધનમાં ‘વેલકમ ટુ ઇન્ડિયા, વેલક ટુ હોમ કહયું છે. પીએમએ જણાવ્યું કે 125 કરોડ દેશવાસીઓ તરફથી ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. તમારી યાદો ભારતની સાથે જોડાયેલી છે.

દેશની બહાર જનારા લોકોના મનમાંથી ભારત ક્યારેય બહાર નિકળતું નથી. દેશને તમારા માટે ગર્વની લાગણી છે. તમારી જૂની યાદો દેશના ખૂણે ખૂણામાં જોડાયલી છે. આજે આખી દુનિયાનું ધ્યાન ભારત પર કેન્દ્રીત થયું છે. અત્યાર સુધી થયેલું વિદેશી રોકાણનું અડધું રોકાણ માત્ર 3 વર્ષમાં.

દેશમાં સૌથી ઝડપથી રેલવે અને રોડના કામ થઇ રહ્યાં છે. સરકાર 21મી સદીને ધ્યાનમાં રાખી કામગીરી કરી રહી છે. દરેક રેટીંગ એજન્સીઓનો ભારત માટે હકારાત્મક દ્રષ્ટિકોણ રહ્યો છે. અમે ભારતની અર્થવ્યવસ્થામાં સુધાર માટે સતત કામ કરી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસી ભારતીય કેન્દ્રમાં પ્રથમ પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજન પાર્લામેંટરી કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો છે. આ કોન્ફરન્સમાં વિદેશ સંસદના 124 સભ્યો અને 23 દેશોના 17 મેયર ભાગ લઇ રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં મુખ્ય વકતા છે. દર વર્ષે 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકો દ્વારા પોતાના દેશમાં આપવામાં આવેલા યોગદાન માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

PIO પાર્લામેંટરી કોન્ફરન્સને સરકાર દ્વારા વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકો સુધી પહોચવાના હેતુથી આયોજીત કરાયું છે.

You might also like