PM મોદીએ વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને ખુલ્લું મૂક્યું

(એજન્સી): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આજે ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. તેઓ ઉદ્ઘાટન સત્ર બાદ મોરેશિયસના વડાપ્રધાન પ્રવીંદ જગન્નાથ સાથે વાતચીત કરશે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે સોમવારે યુવા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે પ્રવાસી ભારતીયોએ ભારત અને ભારતીયો અંગે દુનિયાની ધારણાને નાટકિય રીતે બદલી છે.

મોરેશિયસના વડા પ્રધાન જગન્નાથ અહીં પહોંચશે અને વિદેશ રાજ્યપ્રધાન વી.કે. સિંહે તેમની આગેવાની કરી હતી. બાદમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે મોરેશિયસના વડા પ્રધાનની મુલાકાત લીધી અને દ્વિપક્ષીય સહયોગને પ્રગાઢ કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.

એવું પહેલીવાર બન્યું જ્યારે આ ત્રણ દિવસીય કાર્યક્રમ ૯ જાન્યુઆરીના બદલે ૨૧થી ૨૩ જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવી રહ્યો છે. જેથી આ કાર્યક્રમમાં પહોંચેલા લોકો પ્રયાગરાજના કુંભ મેળામાં જઈ શકે અને અહીં ગણતંત્ર દિવસની પરેડ પણ જોઈ શકે.

વડા પ્રધાનના કાર્યાલયના એક કાર્યક્રમ મુજબ આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસનો વિષય ‘નવા ભારતના નિર્માણમાં પ્રવાસી ભારતીય દિવસોની ભૂમિકા’ છે. મોરિશિયસના વડા પ્રધાન પ્રવીંદ જગન્નાથ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે, જ્યારે નોર્વેના સાંસદ હિમાંશુ ગુલાટી વિશેષ અતિથિ હશે. ન્યૂઝિલેન્ડના સાંસદ કંવલજિતસિંહ બક્ષી પણ વિશેષ અતિથિ હશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૩ જાન્યુઆરીએ સમાપન કાર્યક્રમને સંબોધશે.

You might also like